Loading Please Wait !!!
બે બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર

  • સુરતની ચોંકાવનારી ઘટના
  • પ્રેમલગ્ન કરનાર પતિની ગૃહમંત્રીને આજીજી સંતાનો માટે અપનાવવા તૈયાર
  • બાળકી બીમાર થતા મમ્મી-મમ્મી કહીને રડે છે

 

  • સિટી ન્યૂઝ@સુરત

સુરતના નાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો પારિવારિક કિસ્સો સામે આવ્યો છે. લગ્નજીવનના ૧૨ વર્ષ બાદ બે સંતાનોની માતા પોતાના કૌટુંબિક ભત્રીજા સાથે ઘર છોડીને જતી રહી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પતિએ અથવા પોલીસ સ્ટેશન, સુરત પોલીસ કમિશનર કચેરી અને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી છે.

માહિતી મુજબ, દંપતીને એક દીકરી અને એક દીકરો છે. છેલ્લા બે વર્ષથી પત્ની અને કૌટુંબિક ભત્રીજા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું, પતિએ પત્નીને સમજાવવા બાદ પણ બંને સંપર્કમાં રહ્યા હતા. ૨૩ જૂને મહિલા ઘરેથી રોકડ રકમ અને દીકરીની ચાર જોડી સોનાની બુટ્ટી લઈને ભત્રીજા સાથે જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના ત્રણ દિવસ બાદ પતિના પિતાનું અવસાન થતાં પરિવાર પર વધુ સંકટ ઊભું થયું હતું, પતિ હાલ બંને સંતાનોની સંભાળ રાખી રહ્યો છે. તેને આંખની ગંભીર તકલીફ હોવાથી માત્ર ૧૧થી ૧૨ હજાર રૂપિયાના માસિક પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું છે. પીડિત પરિવારનું કહેવું છે કે અઠવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી થઈ નથી. સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત બાદ પણ તપાસમાં ખાસ પ્રગતિ ન થતાં ગૃહરાજ્ય મંત્રી સમક્ષ પણ ન્યાયની માંગ કરવામાં આવી છે. પતિએ જણાવ્યું છે કે પરિવાર અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પત્ની પરત આવે તો તેને સ્વીકારવા તૈયાર છે. સાથે જ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.