Loading Please Wait !!!
ખેરના લાકડા ભરેલી ગાડી પકડાઈ; 1.89 લાખનો માલ જપ્ત

=> વન માફિયાઓ પર એક્શન

=> ડ્રાઇવર ચાલુ ગાડીએ કૂદી ભાગ્યો

સિટી ન્યૂઝ@માંડવી

સુરત વન વિભાગ હેઠળની માંડવી દક્ષિણ રેંજના નાયબ વન સંરક્ષક ધીરજકુમારને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે એક પીકઅપ ગાડી કોઈ પણ પાસ કે પરમીટ વગર પ્રતિબંધિત ખેરના લાકડા ભરીને માંડવીના જુના પુલ પરથી પસાર થવાની છે. જેના આધારે માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર આર. જી. વસાવાની આગેવાની હેઠળ વન સ્ટાફે ખેડપુર ગામ નજીક આવેલી તાપી નદીના પુલ પર કડક વોચ ગોઠવી હતી.

દરમિયાન કીમથી માંડવી તરફ જતી શંકાસ્પદ સફેદ પીકઅપ (નંબર GJ-05-AT-૮૫૨૬) આવતા તેને રોકવા પ્રયાસ કરાયો હતો. જોકે, વન વિભાગની ટીમને જોઈને ડ્રાઇવર અને તેના સાથીદારે ગાડી ઉભી રાખવાને બદલે તેને પુરા ઝડપે માંડવીથી વરણખાન ગામ તરફ ભગાડી મૂકી હતી. વન સ્ટાફે ફિલ્મી ઢબે આ ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ તાપી નદીનો પુલ પાર કર્યા બાદ ચાલુ ગાડીએ જ ડ્રાઇવર અને તેનો સાથીદાર વાહનમાંથી કૂદીને બાજુના શેરડીના ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. તમામ મુદ્દામાલને ખેડપુર સરકારી ડેપો ખાતે જમા કરાવાયા છે.

શું-શું જપ્ત કરાયું? વન વિભાગે ભાગી ગયેલા શખ્સોની ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ખેરના લાકડા: આશરે ૦.૯૮૪ ઘન મીટર ઘનફળ ધરાવતા ૨૫ નંગ (બજાર કિંમત રૂ. ૩૯,૩૬૦/-) પીકઅપ ગાડી કિંમત રૂ. ૧,૫૦,૦૦૦