Loading Please Wait !!!
એશિયામાં ભારત રૂપિયો ખરાબ સ્થિતિમાં ભારત કરતા પાકિસ્તાનનો રૂપિયો મજબૂત થયો

દેશની કરન્સી કમજોર; શું સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ ?

  • » 2014 પછી છેલ્લા 12 વર્ષમાં રૂપિયો 61% તૂટ્યો એટલે કે દર વર્ષે સરેરાશ 5% ઘટ્યો

  • » દુનિયાનો 88% કારોબાર ડોલરમાં થાય છે એટલે તમામ દેશો ડોલર રાખવા ઈચ્છે છે

2004 થી 2014ની વચ્ચે 10 વર્ષમાં ડોલરની સામે રૂપિયો 45 થી ઘટીને 59 સુધી પહોંચ્યો 31.1% ઘટ્યો સરેરાશ વર્ષે 3%નો ઘટાડો

રૂપિયો કેમ તૂટી રહ્યો છે? ટોપ એક્સપર્ટ્સના 10 મોટા કારણો

  • ૧. ક્રૂડ ઓઈલનો ઝટકો

    "ભારત ૮૫% થી વધુ ઓઈલ આયાત કરે છે. ઓઈલ મોંઘું થાય એટલે વધુ ડોલર ખર્ચાય અને રૂપિયો નબળો પડે." - ICRA

  • ૨. વિદેશી રોકાણકારોની ભાગદોડ

    "૨૦૨૫-૨૬માં FIIએ લાખો કરોડ રૂપિયાના રોકાણ પાછા ખેંચ્યા. ડોલર બહાર ગયો અને રૂપિયો તૂટ્યો." - ડો. શરદ કોહલી

  • ૩. FDIમાં ઐતિહાસિક ઘટાડો

    નેટ FDI ૨૮ અબજ ડોલરથી ઘટીને માત્ર ૧ અબજ ડોલર રહ્યો. ભારતમાં ડોલર આવવાનું બંધ થતું ગયું.

  • ૪. રૂપિયો વધુ ઘટશે એવી અટકળો

    "ટ્રેડર્સ અને રોકાણકારો રૂપિયો વધુ તૂટશે એવી શરત લગાવી રહ્યા છે, જેનાથી ઘટાડો વધુ તેજ બન્યો." - ડો. જયતિ ઘોષ

  • ૫. એક્સપોર્ટર્સ ડોલર રોકી રાખ્યા

    "નિકાસકારો ડોલર દેશમાં લાવવાને બદલે બહાર જ રાખી રહ્યા છે, જેથી પછી વધુ રૂપિયા મળી શકે." - પ્રો. અરુણ કુમાર

  • ૬. ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ ઘટ્યો

    "રેટિંગ, GDP આંકડાઓ પર સવાલો અને વૈશ્વિક અનિશ્ચિતતાએ રોકાણકારોનો ભરોસો હલાવ્યો." - પ્રો. અરણ કુમાર

  • ૭. ડોલર દુનિયાભરમાં મજબૂત બન્યો

    "યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે રોકાણકારો સલામત આશ્રય તરીકે ડોલર ખરીદી રહ્યા છે."

  • ૮. AI અને નવી ટેકનોલોજીમાં ભારત પાછળ

    "અમેરિકા AI પર ૫૦૦ અબજ ડોલર અને ચીન ૮૦ અબજ ડોલર ખર્ચે છે, ભારત માત્ર ૨ અબજ." - પ્રો. અરણ કુમાર

  • ૯. મેન્યુફેક્ચરિંગમાં નબળાઈ

    ભારત હજુ કન્ઝ્યુમર માર્કેટ છે. દુનિયાએ વેચવા માટે પૂરતું ઉત્પાદન નથી.- ડો. શરદ કોહલી

  • ૧૦. આયાત વધુ, નિકાસ ઓછી

    ૨૦૨૫-૨૬માં ભારતે ૧૧૯ અબજ ડોલર વધુ ખરીદ્યું અને ઓછું વેચ્યું. આ સૌથી મોટું દબાણ છે.

રૂપિયાની હાલત અત્યંત ખરાબ

દેશ કરન્સી ૧ જાન્યુઆરી ૨૦૨૬ ૩ જૂન ૨૦૨૬ ફેરફાર (%)
ઈન્ડોનેશિયા ઈન્ડોનેશિયન રૂપિયો 16,668 17,961.7 -7.8
ભારત ભારતીય રૂપિયો 89.96 95.7 -6.4
દક્ષિણ કોરિયા સા. કોરિયન વોન 1,443.64 1,529.2 -5.9
ફિલિપાઈન્સ ફિલિપાઈન પેસો 58.9 61.7 -4.8
થાઈલેન્ડ થાઈ બાટ 31.48 32.7 -3.9
જાપાન જાપાનીઝ યેન 156.87 159.6 -1.7
બાંગ્લાદેશ બાંગ્લાદેશી ટાકા 120.8 122.7 -1.6
હોંગકોંગ હોંગકોંગ ડોલર 7.79 7.84 -0.6
તાઈવાન ન્યુ તાઈવાન ડોલર 31.3 31.45 -0.5
વિયેતનામ વિયેતનામી ડોંગ 26,295 26,346 -0.2
પાકિસ્તાન પાકિસ્તાની રૂપિયો 279.8 278.4 + 0.5
સિંગાપોર સિંગાપુર ડોલર 1.29 1.28 + 0.8
મલેશિયા મલેશિયન રિંગિટ 4.05 3.99 + 1.5
ચીન યુઆન 7 6.76 + 3.4

સરકારની ૩ મોટી ચૂક

  • R&D પર ઓછો ખર્ચ

    "નવી ટેકનોલોજી નહીં બનાવીએ તો ડોલર ક્યાંથી કમાશું?"

    - પ્રો. અરુણ કુમાર

  • મેન્યુફેક્ચરિંગમાં નબળું પ્રદર્શન

    "મેક ઈન ઈન્ડિયા અપેક્ષા મુજબ પરિણામ આપી શક્યું નથી."

    - ડો. શરદ કોહલી

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ

    "વધુ ઉત્પાદન અને ઝડપી લોજિસ્ટિક્સ વગર રૂપિયો મજબૂત બની શકતો નથી."