પૌત્રની આઈફોન અને કારની જીદથી કંટાળીને દાદીએ ફિનાઈલ પી લીધું
- દાદીને બચાવવા જતાં પૌત્રએ પણ ફિનાઈલ પીધું : પિતા હયાત નથી, માતા સાથે રહેતી નથી, ત્રણેય ભાઈઓ દાદી સાથે જ રહે છે, છતાં ભાઈ સુધરતો નથી
સિટી ન્યૂઝ@રાજકોટ : અત્યારના યુવાધન દ્વારા આઈફોન, કાર, બાઈક સહીતના ગેઝેટની માતા-પિતા અને પરિવાર પાસે સતત માંગણી કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના ભગવતીપરામાં બેરોજગાર પૌત્ર આઈફોન અને કાર લેવા માટે દાદી પાસે પૈસા માંગ કરી હોવાથી કંટાળીને દાદીએ ફિનાઈલ પી લીધું હતું.આ બાદ પૌત્રએ પણ ફીનાઈલ પી લેતા દાદી અને પૌત્રને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં હંસાબેન શાકજીભાઇ વાડોદરા (ઉ.વ.૫૪) નામના મહિલાએ સાંજે ઘરે ફિનાઇલ પી લેતાં તેમના હાથમાંથી બોટલ ઝુંટવીને તેમનો પૈોત્ર પિયુષ વિજયભાઇ વાડોદરા (ઉ.વ.૧૮) પણ થોડુ ફિનાઇલ પી જતાં અન્યો પૈોત્ર રોીહતભાઇ વાડોદરાએ બંનેને સિવિલ હોસ્પિગટલમાં ખસેડતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાાફે બી-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. જો કે સારવાર બાદ દાદી-પૈોત્ર બંનેને રજા અપાઇ હતી.
પિયુષના મોટા ભાઇ રોહિતભાઇ વાડોદરાએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ. જેમાં પિયુષ સૈોથી નાનો છે, તે હાલમાં કોઇ કામધંધો કરતો નથી. મારા પિતા હયાત નથી અને માતા પણ અમારી સાથે નથી. અમે ત્રણ ભાઇઓ અમારા દાદીમા હંસાબેન વાડોદરા સાથે રહીએ છીએ. મારા દાદીમાં સફાઇ કામદાર છે. પિયુષ અવાર-નવાર મારા દાદી પાસેથી પૈસા માંગી તેમને હેરાન કરે છે.
હવે તે કાર અને આઇફોન લેવા પૈસા માંગે છે અને ગઇકાલે રોકડા પાંચ હજારની માંગણી કરી હતી. આથી કંટાળીને મારા દાદીએ ફિનાઇલ પી લીધુ હતું. એ વખતે ભાઇ પિયુષ પણ બોટલ ઝુંટવીને થોડુ પી ગયો હતો. જો કે બંનેને સારવાર બાદ રજા અપાઇ હતી.