સુરતમાં માસુમ બાળકે 3 કુતરાએ બચકા ભર્યા
સિટી ન્યૂઝ@સુરત
સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ખતરનાક કૂતરાઓનો ત્રાસ છે. તેમાં પણ આજે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ૨૪મેના રોજ રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની પ્રખ્યાત તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના માર્કેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણ ધ્રૂજી ઊઠે તેમ છે.
જેમાં જોઈ શકાય છે કે, ત્રણ શ્વાન બાળકને ૪૦ સેકન્ડ સુધી બચકા ભરીને ઢસડી રહ્યાં છે. આજ દિવસે કોટ વિસ્તારના રોહિત મહોલ્લામાં બકરી-ઈદ માટે લાવેલા ત્રણ બકરાનો શ્વાનો શિકાર કરતા લોકોમાં ડરની સાથે રોષ જોવા મળી રહ્યો છે.