Loading Please Wait !!!
આસામ ચૂંટણીમાં રાજકોટના વિસ્તારક વૈભવ બોરીચાની મહેનત સફળ થઈ

  • ગુવાહાટીની ડિમોરિયા બેઠક પર NDAના ઉમેદવાર તપન દાસની ભવ્ય જીત
  • વિસ્તારક તરીકે ગયેલા રાજકોટના યુવા આગેવાને સંગઠન અને પ્રચારની જવાબદારી સંભાળી હતી

સિટી ન્યૂઝ@રાજકોટ : આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક જીતમાં રાજકોટના કાર્યકરોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ભાજપની વિસ્તારક યોજના અંતર્ગત રાજકોટથી આસામ વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તારક તરીકે મુકાયેલા વૈભવ બોરીચાની મહેનત સફળ થઈ છે અને તેમના દ્વારા સંચાલિત બેઠક પર NDA ના ઉમેદવારે ભવ્ય વિજય મેળવ્યો છે.

વૈભવ બોરીચાને આસામના ગુવાહાટીની ડિમોરિયા વિધાનસભા બેઠકમાં સંગઠન મજબૂત કરવાની તથા ચૂંટણી પ્રચાર-પ્રસારની અત્યંત મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ડિમોરિયા (SC) અનામત બેઠક હતી અને તે NDA ના ગઠબંધન પક્ષ આસામ ગણ પરિષદના ફાળે ગઈ હતી. આ બેઠક પર આસામ ગણ પરિષદના ઉમેદવાર તપન દાસ ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પર વૈભવ બોરીચાએ ભાજપ અને આસામ ગણ પરિષદના કાર્યકર્તાઓ વચ્ચે સંકલન સાધીને તેમને કામે લગાડી પ્રચંડ પ્રચાર કર્યો હતો.

ડિમોરિયા બેઠક જિતાડવા માટે વૈભવ બોરીચાએ ઓરિસ્સાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, રાષ્ટ્રીય ભાજપ મંત્રી અલ્કા ગુર્જર અને દિલ્હી OBC મોરચાના ઉપાધ્યક્ષ હિમાંશુ યાદવ સાથે ખભેખભો મિલાવીને કામગીરી કરી હતી. સૌના સહિયારા પ્રયાસો અને સચોટ રણનીતિના પરિણામે આ બેઠક પર NDA ના ઉમેદવાર તપન દાસની 65385 મતોના જંગી અંતરથી ભવ્ય જીત થઈ છે. રાજકોટના યુવા આગેવાનની આ સફળતાને લઈને સ્થાનિક કાર્યકરોમાં પણ આનંદ છવાયો છે.