યશની ત્રણ ફિલ્મોએ 3,000 કરોડથી વધુ કમાણી કરી!
- 13 દિવસમાં ‘રામાયણ’નું 1,483.50 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન!
- ‘KGF: ચેપ્ટર 2’એ 1,191 કરોડ કમાઈ ઇતિહાસ રચ્યો!
- ‘રામાયણ’ના કન્નડ ડબ વર્ઝનની 50 કરોડથી વધુ કમાણી!
સિટી ન્યુઝ @ ચેન્નાઈ
રોકિંગ સ્ટાર યશે એક દાયકાથી પણ ઓછા સમયમાં માત્ર 3 ફિલ્મો દ્વારા વિશ્વભરમાં રૂા. 3,000 કરોડથી વધુનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન કરીને નવો ઈતિહાસ રચ્યો છે, અને મર્યાદિત ફિલ્મો સાથે આ સીમાચિહ્ન પાર કરનાર તે ભારતીય અને સાઉથ ઈન્ડિયન સિનેમાનો એકમાત્ર સુપરસ્ટાર બન્યો છે.
યશની સફરની શરૂઆત 2022 માં આવેલી પ્રશાંત નીલની ફિલ્મ KGF: ચેપ્ટર 2 થી થઈ હતી જેણે વિશ્વભરમાં અંદાજે રૂા. 1,191 કરોડની કમાણી કરી હતી, ત્યારબાદ ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટોક્સિક આવી હતી અને તાજેતરમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવતા યશની ફિલ્મે માત્ર 13 દિવસમાં વર્લ્ડવાઈડ રૂા. 1,483.50 કરોડની કમાણી કરતા ત્રણેય ફિલ્મોની કુલ કમાણી રૂા. 3,000 કરોડને વટાવી ગઈ છે.
રામાયણ ફિલ્મે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ યશની લોકપ્રિયતા વધારી છે, જેમાં યુકે, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જ્યારે ફિલ્મના કન્નડ ડબ વર્ઝને પણ રૂા. 50 કરોડથી વધુની કમાણી કરીને પ્રથમ ડબ ફિલ્મ બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે આ સિદ્ધિ તેની બોક્સ ઓફિસ પર મજબૂત પકડ દર્શાવે છે.
યશ માટે આ સફળતા માત્ર આંકડાઓ પૂરતી સીમિત નથી પરંતુ ભારતીય વાર્તાઓને વૈશ્વિક મંચ પર લઈ જવાનું વિઝન પણ દર્શાવે છે, જ્યાં રામાયણની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં તેણે કહ્યું હતું કે પ્રભુ શ્રીરામની ગાથાને સરહદોથી પર જઈને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવી એ સમગ્ર ભારતનું સપનું છે.
વધુ ફિલ્મો કરવાને બદલે ભવ્ય સ્કેલ અને અસરકારક વાર્તાઓની પસંદગી કરીને યશે આજે પોતાને ભારતીય સિનેમાના સૌથી મોટા અને ભરોસાપાત્ર બોક્સ ઓફિસ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધો છે.
પેન-ઈન્ડિયા સિનેમા અને વૈશ્વિક બોક્સ ઓફિસનો બદલાતો દોર
ભારતીય સિનેમામાં ભવ્ય નિર્માણ, મજબૂત વાર્તા અને પ્રાદેશિક ભાષાઓના વિસ્તારે વિદેશી બજારોમાં પણ દર્શકોનો પ્રતિસાદ વધાર્યો છે. મર્યાદિત પ્રોજેક્ટ્સ સાથે ઊંચું બોક્સ ઓફિસ પ્રદર્શન દર્શાવે છે કે દર્શકો હવે સ્કેલ અને ગુણવત્તાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.