Loading Please Wait !!!
બોટાદમાં માતાએ 2 સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું!

  • માલગાડી નીચે પડતું મૂકતા માતા-પુત્રીના કરુણ મોત!
  • ગંભીર રીતે ઘાયલ પુત્રને સારવાર અર્થે ભાવનગર ખસેડાયો!
  • ઘટના પાછળ ઘરકંકાસની ચર્ચા, કારણની પુષ્ટિ નહીં!

સિટી ન્યુઝ @ બોટાદ 

ગઢડા તાલુકાના ટાટમ ગામના રહેવાસી અને હાલ બોટાદમાં રહેતા આરતી કહોદરીયાએ 2 સંતાનો સાથે માલગાડી નીચે ઝંપલાવતા માતા-પુત્રીના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.

આ દુર્ઘટના બોટાદથી ધોળા તરફ જતી માલગાડી નીચે ઝંપલાવવા દરમિયાન બની હતી, જેમાં માતા અને પુત્રીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, જોકે ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

બનાવની જાણ થતા જ બોટાદ પોલીસ અને રેલવે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

હાલ બોટાદ પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બોટાદ ટ્રેન દુર્ઘટના, સારવાર અને પોલીસ તપાસ

ટાટમ ગામની વતની અને હાલ બોટાદ રહેતી આરતી કહોદરીયાએ 2 સંતાનો સાથે માલગાડી નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત થયા અને પુત્રને ગંભીર ઈજા થતા ભાવનગર સારવાર માટે ખસેડાયો છે. ઘરકંકાસની ચર્ચા વચ્ચે મૃતદેહોને PM માટે મોકલી બોટાદ અને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.