Loading Please Wait !!!
નાગરિકતા પ્રમાણપત્ર હવે ડિજિટલ સ્વરૂપે અપાશે!

  • ભૌતિક પ્રમાણપત્ર માત્ર અનુરોધ પર જ મળશે!
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે અધિસૂચના જાહેર કરી!
  • અવર સચિવ કે અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ!

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા 2009ના નિયમોમાં સંશોધન કરીને રજિસ્ટ્રેશન અને નાગરિકતા માધ્યમથી ભારતીય નાગરિકતા મેળવનાર લોકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરી છે, જ્યારે ભૌતિક પ્રમાણપત્ર માત્ર અનુરોધ કરવા પર જ ઈસ્યુ કરવામાં આવશે.

    શુક્રવારે જાહેર કરાયેલી અધિસૂચનામાં મંત્રાલયે જણાવ્યું છે કે ડિજિટલ નાગરિકતા પ્રમાણપત્ર કેન્દ્રના અવર સચિવ અથવા તેમના દ્વારા અધિકૃત અન્ય કોઈ અધિકારી મારફતે ઈસ્યુ કરવામાં આવશે.

    મંત્રાલયના જણાવ્યા મુજબ જો આવેદક દ્વારા વિનંતી કે અનુરોધ કરવામાં આવે તો જ તેને ભૌતિક પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવશે.

    અધિસૂચનામાં સ્પષ્ટ કરાયું છે કે ભારતના નાગરિક તરીકે રજિસ્ટર્ડ પ્રત્યેક વ્યક્તિને રજિસ્ટર્ડ ડિજિટલ પ્રમાણપત્ર અપાશે, જેના પર ભારત સરકારના અવર સચિવ, તેનાથી ઉચ્ચ પદના અધિકારી અથવા કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત અધિકારીના ડિજિટલ હસ્તાક્ષર કે સામાન્ય હસ્તાક્ષર રહેશે.

    નાગરિકતા એ એક કાનૂની પ્રક્રિયા છે, જેના માધ્યમથી કોઈ વ્યક્તિ જે દેશમાં જન્મી ન હોય તે દેશની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.

    ડિજિટલ નાગરિકતા પ્રમાણપત્ર, ભૌતિક નકલ અને નિયમ

    2009ના નિયમોમાં સંશોધન બાદ રજિસ્ટ્રેશન અને નાગરિકતા માધ્યમથી ભારતીય નાગરિકતા મેળવનારાઓને અવર સચિવ કે અધિકૃત અધિકારીના ડિજિટલ અથવા સામાન્ય હસ્તાક્ષર સાથે ડિજિટલ પ્રમાણપત્ર અપાશે. શુક્રવારની અધિસૂચના મુજબ ભૌતિક પ્રમાણપત્ર માત્ર અનુરોધ કરવા પર જ આપવામાં આવશે.