Loading Please Wait !!!
બેરિયર વગરના ટોલનાકા પર 5 ગણો દંડ લાગશે!

  • નંબર પ્લેટ છુપાવનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી!
  • મૂળ ટોલ ફી ઉપરાંત વધારાનો દંડ વસૂલાશે!
  • ફાસ્ટેગ ન હોય કે ચેડાં કરાય તો કાર્યવાહી!

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

    બેરિયર વગરના ટોલનાકા પર જાણીજોઈને વાહનની નંબર પ્લેટ છુપાવીને પસાર થતાં વાહનચાલકો સામે સરકારે કડક કાર્યવાહી કરતા 5 ગણો દંડ વસૂલવાની જોગવાઈ કરી છે, જે મૂળ ટોલ ફીની વસૂલાત ઉપરાંત લાગુ થશે.

    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે જારી કરેલી માહિતી મુજબ આ જોગવાઈ એવા વાહનચાલકોને લાગુ પડશે જેઓ ટોલ ફી બચાવવાના ઈરાદાથી વાહનનો રજિસ્ટ્રેશન નંબર જાણીજોઈને છુપાવે છે, નંબર પ્લેટ સાથે ચેડાં કરે છે અથવા ફાસ્ટેગ લગાવતા નથી.

    આ નિયમમાં વાહનની આગળ કે પાછળની નંબર પ્લેટ અથવા બંને છુપાવવાના કિસ્સાનો સમાવેશ થાય છે, જ્યાં ફાસ્ટેગ પણ વાંચી શકાયો ન હોય તેવી સ્થિતિ સર્જાય છે.

    વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બેરિયર વગરના ટોલનાકા પર કર્મચારી કે અવરોધક વાહનને રોકીને ચુકવણી લઈ શકતા ન હોવાથી ટોલ ચોરીની શક્યતા વધે છે અને આવા વાહનોની ઓળખ ટોલ પ્લાઝા પર લાગેલી આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.

    ટોલ ચોરી અટકાવવા અને પારદર્શક વસૂલાત સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયે 5 ગણા દંડની કડક જોગવાઈ અમલમાં મૂકી છે.

    બેરિયર વગરના ટોલનાકા, 5 ગણો દંડ અને ટેકનોલોજી

    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની જોગવાઈ મુજબ બેરિયર વગરના ટોલનાકા પર નંબર પ્લેટ છુપાવનારા, ચેડાં કરનારા કે ફાસ્ટેગ વગર પસાર થનારા પાસેથી મૂળ ટોલ ફી ઉપરાંત 5 ગણો દંડ વસૂલાશે. અવરોધક વગરના પ્લાઝા પર ટોલ ચોરી રોકવા આધુનિક ટેકનોલોજીથી વાહનોની ઓળખ કરાશે.