Loading Please Wait !!!
અમેરિકા અને ઈઝરાયેલમાં ચૂંટણી ટાણે ઈરાન યુદ્ધ સળગ્યું!

 

  • ટ્રમ્પની ચેતવણી: ઈરાન પર મોટો સૈન્ય હુમલો સંભવ!

  • હુમલો થશે તો ઈઝરાયેલને ખેદાન-મેદાન કરીશું: ઈરાન!

  • ઈઝરાયેલે ઈરાકમાં ચીનના હથિયારોના ગોદામોનો નાશ કર્યો!

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન/દુબઈ 

અમેરિકા અને ઈઝરાયેલમાં આગામી એકાદ સપ્તાહમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ એશિયામાં ઈરાન સાથેનું યુદ્ધ વધુ વ્યાપક અને ભયાનક બની રહ્યું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મતદાન કર્યા બાદ ચેતવણી આપી હતી કે અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરી શકે છે અને ઈરાન હજુ પણ સમજૂતી કરીને બચી શકે છે.

આ ધમકીના પ્રત્યુત્તરમાં ઈરાને આક્રમક રૂખ અપનાવતા જણાવ્યું છે કે જો તેમના પર હુમલો થશે તો તેઓ એક કલાકથી ઓછા સમયમાં ઈઝરાયેલને ખેદાન-મેદાન કરી નાખશે અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે.

દરમિયાન, આ સંઘર્ષમાં નવો પલિતોંપાતા ઈઝરાયેલે ઈરાકમાં એરસ્ટ્રાઈક કરીને ચીનના હથિયારોથી ભરેલા બે ગોદામોનો નાશ કરી દીધો છે, જે આ યુદ્ધમાં ચીની હથિયારોને સીધા નિશાન બનાવવાની પ્રથમ ઘટના છે.

બીજી બાજુ, સાઉદી અરબ અને યમનના હુથી બળવાખોરો વચ્ચે પણ સંઘર્ષ તીવ્ર બન્યો છે, જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના પરમાણુ જોખમ અંગે ચેતવણી આપતા ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

પશ્ચિમ એશિયાનું વધતું યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો આ સશસ્ત્ર તણાવ સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને શાંતિ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની યુદ્ધોત્સુક નિવેદનબાજી અને સૈન્ય કાર્યવાહીઓ પ્રાદેશિક અસ્થિરતાને વધુ વેગ આપી રહી છે. ચીની હથિયારોના ગોદામો પર હુમલો અને હુથી બળવાખોરોની સક્રિયતા આ યુદ્ધને વૈશ્વિક વળાંક આપી રહી છે. આ તણાવને ડામવા માટે સૈન્ય કાર્યવાહીના બદલે કૂટનીતિક અને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવો જ સમગ્ર માનવજાતના હિતમાં અનિવાર્ય છે.