Loading Please Wait !!!
સર્બિયામાં લાંબા સમયના શાસક આલેક્ઝાન્ડર વુસિકની હાર!

 

  • વિદ્યાર્થી આંદોલને સર્બિયાના રાજકારણમાં મોટો ફેરફાર કર્યો!

  • ચૂંટણીમાં વુસિકની પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો!

  • નોવી સાદ દુર્ઘટના બાદ દેશમાં બદલાયું રાજકારણ!

સિટી ન્યુઝ @ બેલગ્રેડ

સર્બિયાની સત્તા પર લાંબા સમયથી બિરાજમાન અને શક્તિશાળી નેતા ગણાતા આલેક્ઝાન્ડર વુસિકે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે, જે દેશના તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો રાજકીય ફેરફાર છે.

આ ચૂંટણીમાં એક તરફ વુસિકની દક્ષિણપંથી 'સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી' (SNS) હતી, તો બીજી તરફ વર્ષ 2024માં નોવી સાદ કેનોપી દુર્ઘટના બાદ ભ્રષ્ટાચાર અને તાનાશાહી સામે મેદાને ઊતરેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન હતું.

કુલ 64 લાખ મતદાતાઓ ધરાવતા આ દેશમાં યોજાયેલી ચૂંટણીમાં 'સ્ટુડન્ટ્સ લિસ્ટ'ને 135થી 140 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે વુસિકની પાર્ટીને માત્ર 105 બેઠકો મળતા વુસિકે ખુદ પોતાની હાર સ્વીકારી હતી.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સમર્થન ધરાવતા વુસિકે સત્તા ગુમાવ્યા બાદ પોતાની હાર માટે દેશના સ્વતંત્ર મીડિયા અને વિદેશી ષડયંત્ર તેમજ અમેરિકન 'ડીપ સ્ટેટ'ને જવાબદાર ઠેરવ્યા છે.

છેલ્લા 14 વર્ષથી લગભગ પૂર્ણ સત્તા સાથે શાસન કરનાર વુસિકના પતનથી બાલ્કન ક્ષેત્રના આ દેશમાં લોકશાહી અને યુવા સત્તાના નવા યુગની શરૂઆત થઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

સર્બિયાની ચૂંટણીમાં વિદ્યાર્થી આંદોલનનો વિજય અને રાજકીય પરિવર્તન

સર્બિયામાં છેલ્લા ૧૪ વર્ષથી સત્તા સંભાળતા મજબૂત નેતા આલેક્ઝાન્ડર વુસિકની ચૂંટણીમાં થયેલી હાર એ લોકશાહી તાકાત અને યુવા શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. નોવી સાદ ટ્રેન સ્ટેશન દુર્ઘટના બાદ ભ્રષ્ટાચાર અને તાનાશાહી વિરુદ્ધ ભડકેલા વિદ્યાર્થી આંદોલને જે રીતે રાજકીય પ્રવાહ બદલ્યો છે, તે સમગ્ર વિશ્વ માટે એક મોટો સંદેશ છે. સત્તાના મદમાં ચૂર નેતાઓ સામે જનતા અને ખાસ કરીને યુવાનો જ્યારે એક થાય છે, ત્યારે મોટા સામ્રાજ્યો અને વર્ષો જૂના શાસનો પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે.