Loading Please Wait !!!
સિદ્ધી બદલ એવોર્ડ પ્રદાન: 55 દિવસમાં 10622નો લક્ષ્યાંક પૂર્ણ કર્યો

  • રાજકોટનો રેકોર્ડ: 55 દિવસમાં 100% HPV વેક્સિનેશન!

સિટી ન્યૂઝ@રાજકોટ : HPV (સર્વાઈકલ કેન્સર માટે) રસીનું અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૬નાં રોજ ભારતમાં શરુ કરવામાં આવેલ હતું. આ રસીકરણમાં જે દિકરીઓના ૧૪ વર્ષ પૂર્ણ થયા હોય અને ૧૫ વર્ષ પૂર્ણ ન થયા હોય તે વર્ષ સમુહને HPV રસી આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા રાજકોટને HPV રસીકરણ માટે ૧૦,૬૨૨ નો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લક્ષ્યાંક તા.૨૪.૦૪.૨૦૨૬ ના રોજ ૧૦૦% પૂર્ણ કરી રાજ્યમાં પ્રથમ સ્થાન હાસલ કરેલ છે. જે બાબતે રાજ્ય સરકાર દ્વારા આ સિદ્ધી બદલ એવોર્ડ પ્રદાન કરેલ છે.
આ કામગીરીની સિદ્ધિ બદલ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેરની જાગૃત જનતા, શાળા સંચાલકો અને ખાસ કરીને ૧૪-૧૫ વર્ષની દિકરીઓનો આભાર માને છે. આ ઉપરાંત રાજકોટ ખાતે FOGSI નાં તમામ સદસ્યઓની મોટીવેશન બાબતે મદદ મળેલ છે તો તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ કામગીરી ખંતથી કરવા બદલ આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર બહેનો, આર.બી.એસ.કે. ટીમના સદસ્યો, મેડીકલ ઓફિસરઓ, નાયબ આરોગ્ય અધિકારીઓ, આર.સી.એચ.અધિકારી, આરોગ્ય અધિકારીને નાયબ કમિશ્નર સી.કે.નંદાણી અને કમિશનર તુષાર સુમેરા દ્વારા અભિનંદન પાઠવી બીરદાવેલ છે.