Loading Please Wait !!!
દેવોમામો ભાન ભૂલ્યો : બાળકીના છાતીએ અડપલા કરી બન્ને ગાલો પર પપીઓ ભરી

  • રાડો પાડતી બાળકીને છાની રાખવા માટે રૂ.10ની લાલચ આપી : ઓરડીમાં થયેલા કૃત્યો અંગે બાળકીએ માતાને જાણ કરતા પગતળે ધરતી ખસી ગઈ 

    સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સગીરાઓ અને તરુણીઓ અસુરક્ષિત હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.ત્યારે ભાવનગર રોડ પર સરધાર નજીક 10 વર્ષીય બાળા પર દુષ્કર્મનો પ્રયાસનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પડોશમાં જ રહેતાં નરાધમ શખ્સે 10 ની નોટ બતાવી ફૂલ જેવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક ઓરડીમાં લઈ ગયો, પોતાના અને બાળકીના કપડા ઉતારી ખરાબ અડપલા કરતાં આજીડેમ પોલીસે પોકસો સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી હતી. 
    બનાવ અંગે સરધાર ગામ નજીક રહેતાં 37 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી દેવા નામના શખ્સનું નામ આપતાં આજીડેમ પોલીસે પોકસો એકટ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
    વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે પોતે ઘરે હતી ત્યારે નાની 10 વર્ષીય દીકરીએ જણાવેલ કે, મારે બાથરૂમ કરવા જવુ છે, આથી તેનુ પેન્ટ કાઢી આપેલ અને બાથરૂમ જવા કહેલ ત્યારે દીકરીએ જણાવેલ કે, મમ્મી આજે સવારે હુ દસેક વાગ્યા આસપાસ કાકાના ઘરે રમવા ગયેલ અને કાકાની દીકરી સાથે રમતી હતી ત્યારે રમતા રમતા દેવામામાના વાડા બાજુ ગયેલ ત્યારે દેવામામાએ વાડામાથી 10 રૂપિયાની નોટ બતાવેલ અને કહેલ કે, અહીં આવ, લે આ નોટ લઇ જા અને આનો ભાગ લે જે, જેથી  આ નોટ લેવા દેવા મામા પાસે ગયેલ ત્યારે અચાનક મને બાથ ભરી અને પોતાના વાડામા આવેલ પતરાની ઓરડીમા લઇ ગયેલ હતાં.ત્યા મને ખાટલામા બેસાડી અને પોતે પોતાના કપડા ઉતારવા લાગેલ બાદ તેણે કપડા ઉતારી મને છાતીએ હાથ ફેરવી ગાલે તથા હોઠ પર પપ્પી ભરવા લાગેલ જેથી હુ ડરી ગયેલ અને રાડો પાડવા લાગતા મને બથમા ભરી લઇ રાડો ના પાડતી એમ કહી દેવામામાએ મોઢુ દબાવી દીધેલ અને મારા શરીરે હાથ ફેરવી બચકા ભરવા લાગેલ અને મારા કપડા ઉતારવા લાગેલ જેથી હું રડવા લાગતા દેવામામાએ મને કહેલ કે, તુ જા 10 રુપિયાનો ભાગ લઇ લે જે અને કોઈને કહેતી નહી અને બાદમા હું કાકાના ઘરે પરત જતી રહેલ હતી.