Loading Please Wait !!!
રાજકોટમાં મેનુમાં પનીર, પ્લેટમાં નકલી! 59 પેઢીઓ દંડાઇ

  • મનપાના ફૂડ વિભાગના ચેકિંગમાં 59 પેઢીઓ દંડાઈ, 71 કિલો અખાદ્ય જથ્થાનો નાશ : મેનુ કાર્ડમાં પણ નિયમની જાહેરાતનો અભાવ
  • હોટલ-રેસ્ટોરન્ટના મેનૂમાં `પનીર' કે `એનાલોગ'નો સ્પષ્ટ ઉલ્લેખ કરવો હવે ફરજિયાત છતાં ગ્રાહકોને ભ્રમિત કરાયા

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ગ્રાહકોને ભ્રમિત કરતા ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની એડ્વાઇઝરી બાદ હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં શુદ્ધ પનીર કે ચીઝના નામે વનસ્પતિજન્ય ફેટ (ડેરી એનાલોગ)નો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે. મનપાના ફૂડ વિભાગની તપાસ દરમિયાન જોવા મળ્યું છે કે અનેક હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં "પનીર ટીકા મસાલા" અને "પનીર બટર મસાલા" જેવી વાનગીઓમાં શુદ્ધ ડેરી ઉત્પાદનોને બદલે વેજીટેબલ ફેટ અને પ્રોટીનમાંથી બનેલા 'ડેરી એનાલોગ'નો ઉપયોગ કરવામાં આવતો હતો. ફૂડ સેફ્ટી રેગ્યુલેશન-2018 મુજબ, હવે કોઈપણ વેપારી ડેરી એનાલોગને 'પનીર' તરીકે વેચી શકશે નહીં. તેમજ નોન-ડેરી પ્રોડક્ટ્સ માટે 'ડેરી' શબ્દનો ઉપયોગ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આમ નિયમ ભંગ કરનાર ફૂડ વિભાગની ડ્રાઈવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી 59 પેઢીઓ પાસેથી કુલ રૂ. 30,700/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 10 પેઢીઓ માંથી કુલ 71 કિલો વાસી અને અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

50 પેઢીઓમાં ચેકિંગ કરી દંડ કરાયેલા નામી ધંધાર્થીઓની વિગત
(૦1) મી.ચિકન -ભિલવાસ રોડ, સદર પાસે (૦2) A-1 કેટરર્સ, હુસેની કેટરર્સ, બિસમીલ્લાહ કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે (૩) કર્ણાવતી સ્નેક્સ, વાઘેશ્વરી પંજાબી & ચાઇનીઝ, હીના ફેમિલી રેસ્ટોરન્ટ -કનક રોડ (૪) ઠાકોરજી રેસ્ટોરન્ટ & હોટલ કનક રોડ, ફાયરબ્રિગેડની સામે  (૫) માધવ ડાયનીંગ હૉલ, જય જલારામ રેસ્ટોરન્ટ, બંસીધર રેસ્ટોરન્ટ, મમતા ડાયનિંગ હૉલ, જય અંબે અલ્પાહાર, શ્રી ચાઇનીઝ & ફાસ્ટફૂડ, વિનય રેસ્ટોરન્ટ એસટી બસપોર્ટ પાછળ કરણપરા (૬) બાલાજી નકીન & સ્વીટ  -ગોંડલ રોડ વિજય પ્લોટ કોર્નર (૭) શ્રી રામ પંજાબી & ચાઇનીઝ -ગોંડલ રોડ, માલવિયા વૃદ્ધાશ્રમ સામે (8),ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ -દોશી હોસ્પિટલ મેઇન રોડ ગોંડલ રોડ (9) જય બાલાજી રેસ્ટોરન્ટ -દોશી હોસ્પિટલ મેઇન રોડ, ગોંડલ રોડ (૧૦ ) આર. આર. ફાસ્ટ ફૂડ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ (૧૧ ) આર. આર. પાન & હોટેલ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ (૧૨) સોમનાથ ચાઇનીઝ & પંજાબી -સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ સહીત ૫૦ પેઢીમાં ચેકિંગ કરી દંડ કરાયો છે.

નામી પેઢીઓમાંથી બ્રેડ-લસ્સી, મ્ચ્યુરીયન સહીત અખાધ ખોરાક નાશ કરાયો

  • A-1 કેટરર્સ (નુતન પ્રેસ રોડ સદર ) 8 કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ
  • કર્ણાવતી સ્નેક્સ (કનક રોડ) -5 kg અખાદ્ય વાસી બેકરી પ્રોડક્ટસનો નાશ 
  • વાઘેશ્વરી પંજાબી & ચાઇનીઝ (કનક રોડ) -3 કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ 
  • ઠાકોરજી રેસ્ટોરન્ટ & હોટલ (કનક રોડ) -6 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ
  • શ્રી ચાઇનીઝ & ફાસ્ટફૂડ (એસ.ટી. બસપોર્ટ કોમ્પ્લેક્સ) 4 કિલો  અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ 
  • આર.આર. પાન & હોટલ ( ગોંડલ રોડ )
  • 5 લીટર વાસી લસ્સીનો નાશ 
  • સોમનાથ ચાઇનીઝ & પંજાબી (સ્વામિનારાયણ ચોક)14 કેજી અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ ડેરી 
    પ્રોડક્ટસનો નાશ 
  • નીલકંઠ રેસ્ટોરન્ટ (મારુતિ ચોક)  3 કેજી વાસી બાંધેલો લોટનો નાશ
  • સાઇઝ ઝીરો -અક્ષર માર્ગ, કાલાવડ રોડ -22 કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ 
  • ફીલ ઇન ચાઇનીઝ & ફાસ્ટફૂડ (કાલાવડ રોડ) 01 કેજી  એક્સપાયરી બ્રેડનો નાશ.