Loading Please Wait !!!
રાજકોટમાં દારૂ થયો મોંઘો : બિયર-દારૂની બ્રાન્ડમાં તગડો વધારો

  • પરમિટ શોપમાં નવા રેટ લાગુ
  • બિયરના એક ટીનમાં 20 રૂપિયાનો વધારો

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં દારૂના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બિયર સાથે હવે અનેક વિદેશી તેમજ દેશી દારૂની બ્રાન્ડના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વિવિધ બ્રાન્ડ પર રૂ.10 થી લઈને રૂ.50 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે બિયરના એક ટીન પાછળ સરેરાશ રૂ.20 વધુ ચૂકવવા પડશે.

વાઇન શોપ સંચાલકોના જણાવ્યા મુજબ કંપનીઓના વધેલા સપ્લાય ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ટેક્સના કારણે નવા ભાવ અમલમાં મુકાયા છે.  ઉનાળાની સીઝનમાં દારૂ અને બિયરની માંગ વધતી હોય ત્યારે થયેલા આ ભાવવધારાથી ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.

નવી કિંમત લાગુ થતાં શહેરની અનેક દારૂની દુકાનો પર ગ્રાહકો વચ્ચે ચર્ચાનો માહોલ જામ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી સમયમાં અન્ય પ્રોડક્ટમાં પણ ભાવફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં. ભાવવધારાની સીધી અસર હવે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે.