Loading Please Wait !!!
ઋષિભારતીને કીર્તિની ખુલ્લી ધમકી: ધોતિયું કાઢી રોડ પર દોડાવીશ

  • જગદીશ વિશ્વકર્મા અને સાંસદ ગેનીબેન ઠાકોર એ ભાઈ-બહેન જેવા છે; તું સ્ત્રીઓ કરતા પણ ભૂંડો છો. બે સમાજને લડાવવાનું કામ કરશ 
  • ઋષિ તું માપેમેળે રહેજે,તું લંબે આશ્રમમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવશ,ખબર છે ને : કીર્તિ પટેલ

સિટી ન્યૂઝ@રાજકોટ : તાજેતરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે ભાજપના નેતા જગદીશ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા "સાડીના પાલવ/પલ્લુ" અંગે અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. આ અંગે ઋષિભારતીએ કોઈ નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદાસ્પદ કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામમાં બે રીલ બનાવીને ઋષિ ભારતી બાપુની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે હું તમારા ધોતિયા ઢીલા કરી દઈશ અને ઉભા રોડ પર દોડાવીશ 
કીર્તિ પટેલે વિડીયોમાં જણાવ્યું હતું કે ઋષિભાઈ હજુ તો તને સન્માનપૂર્વક બોલાવું છું. મારે તને જવાબ દેવો નહોતો, જો કે નારી શક્તિની બહુ મોટી મોટી વાતો કરે છે એટલે મને તારા ઉપર હસી આવી ગઈ છે. તારા ઉપર અનેક આરોપો છે.તને એમને એમને નથી કાઢ્યો, તે સન્યાસ લીધા પછી પણ તારી એક નારી ઉપર કેવી નજર હતી એ તને ખબર છે. બે વર્ષ પૂર્વે મેં જ તારા રૂમમાંથી ખજાનો લટકાવી લટકાવી દેખાડ્યો હતો. 


અત્યારે તો તે તારા પારેવડા (પત્ની ) નું ઓપરેશન કરી કરીને પાતળી બનાવી દીધેલ છે. હા તારો ખજાનો..હા તારી જોડી. ઋષિ તે સન્યાસ લીધા પછી તારો કોઈ સમાજ હોતો નથી, આમ છતાં તું સમાજને આગળ મુકશ. તારા માટે 18 વર્ણ સરખા હોવા જોઈએ,તું હજુ સુધી ખોટા કામ ભૂલ્યો નથી. તું હજુ લંબે નારાયણ આશ્રમમાં  તારી ગર્લફ્રેન્ડને લઈને બેઠો છો.આ આશ્રમ તારા બાપનું નથી. આ આશ્રમમાંથી પણ તને ધક્કો મારી કાઢવામાં આવશે. તું સ્ત્રીઓ કરતા પણ ભૂંડો છો.તું નારી શક્તિને વાતું કરતો નહી, તું તારા સમાજનો પણ થયો નથી. તને માઈક દેશે કોણ ? 

બનાસકાંઠાની અંદર કોઈ ખોટું બોલ્યું નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માના નિવેદન અંગે તું બે સમાજને ઝગડો કરાવવા માંગે છે. આ બન્ને નેતા ભાઈ  બહેન જેવા છે. તારા જેવા ....સમાજને ઉશ્કેરે છે.તું આ બાયુંવેળા બંધ કરી દે અને તારા બાયળીએ જે ઓપરેશન કરાવ્યું છે તે પાતળી પરી જેવી બની ગઈ છે તેને સાચવજે તું.. હજુ તારા કાંડ એટલા છે કે ધોતિયું પકડવા જેવો પણ તું નહી રે.. તારે બનાસકાંઠામાં ચુંટણીમાં જવું છે, તારે ચુંટણી લડવી છે તું શું હાલી નીકળ્યો છે તને જુનાગઢના આશ્રમમાંથી પણ કાઢી નાખવામાં આવ્યો હતો યાદ છે ને.. હવે તું માપે મેળે રહેજે હો.. તું લંબે આશ્રમમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવશ, ખબર છે ને .. બાકી તું ધોતી પહેરવા જેવો નહિ રે, તને ઉભા રોડ ઉપર દોડાવીશ.