Loading Please Wait !!!
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બીજો વન-ડે મુકાબલો!

  • વેલિંગ્ટનના સ્કાઈ સ્ટેડિયમ ખાતે રમાશે રોમાંચક મેચ!
  • પ્રથમ વન-ડે જીતીને ભારતે સિરીઝમાં મેળવી લીધી લીડ!
  • અર્શદીપ સિંહ અને અંશુલ કમ્બોજની શાનદાર બોલિંગ!

સિટી ન્યુઝ @ સ્પોર્ટ્સ 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની વન-ડે સિરીઝનો અત્યંત રોમાંચક અને મહત્વપૂર્ણ બીજો મુકાબલો આવતીકાલે વેલિંગ્ટનના પ્રખ્યાત સ્કાઈ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે.

અગાઉ ઓકલેન્ડ ખાતે યોજાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને ૫ વિકેટે હરાવ્યું હતું, અને આ અગાઉ પાંચ મેચોની ટી૨૦ સિરીઝ પણ ૩-૨થી પોતાના નામે કરી હતી.

વેલિંગ્ટનના સ્કાઈ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના રેકોર્ડની વાત કરીએ તો, ભારતે અગાઉ અહીં ૪ વન-ડે રમી છે જેમાં ૨ માં વિજય મેળવ્યો છે અને છેલ્લે ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડને ૩૫ રને હરાવ્યું હતું.

પ્રથમ વન-ડેમાં અર્શદીપ સિંહની ૪ વિકેટ અને અંશુલ કમ્બોજની ઘાતક બોલિંગના સહારે કીવી ટીમને ૧૮૫ રનમાં ઓલઆઉટ કર્યા બાદ, વિરાટ કોહલીના વિસ્ફોટક ૭૪ રનની મદદથી ભારતે આસાનીથી લક્ષ્યાંક સર કર્યો હતો.

હવે આવતીકાલની મેચમાં ભારતીય ટીમ પોતાની વિજયી સરસાઈને ૨-૦ સુધી પહોંચાડવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરસે , જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ કમબેક કરવા માટે પૂરી તાકાત લગાવશે.

વિદેશી ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રભુત્વ

જ્યારે પણ ભારતીય ટીમ વિદેશી પ્રવાસે જાય છે, ત્યારે સેના દેશો (SENAC) માં કીવી કે ઓસીસી જેવી મજબૂત ટીમો સામે શિસ્તબદ્ધ પ્રદર્શન કરવું હંમેશાં પડકારજનક રહ્યું છે. પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતીય બોલિંગ આક્રમણ અને મધ્યમ ક્રમના બેટ્સમેનોની પરિપક્વતાએ સાબિત કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા ગમે તે પરિસ્થિતિમાં વિજય મેળવવાની ક્ષમતા ધરાવે છે.