Loading Please Wait !!!
ગૌચર જમીનમાં ધોળાદિવસે બેફામ ખનીજચોરી ઝડપાઈ

  • રાજકોટનો રેન્જ ડી.આઈ.જી નિર્લિપ્તરાયના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના માળીગામે ટીમ ત્રાટકી : ખનીજચોરો ભૂગર્ભમાં, 24 લાખનો મુદામાલ કબજે 
  • ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન માપણી હાથ ધરાઈ : સરપંચ- તલાટી મંત્રી- મામતલદાર- સ્થાનિક પોલીસ સામે પગલા ભરાશે 

સિટી ન્યૂઝ@રાજકોટ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના માળીગામ ગૌચર જમીનમાંથી ધોળાદિવસે બેફામ ખનીજ ખનન થતું હોવાની બાતમી પરથી રાજકોટનો રેન્જ ડી.આઈ.જી નિર્લિપ્તરાયના માર્ગદર્શન હેઠળ પી.આઈ અપૂર્વ પટેલની ટીમે દરોડો પાડીને જેસીબી-૧ તથા ટ્રેકટર-૩ મળી કુલ રૂ.૨૪,૦૦,૦૦૦નો  મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ખનીજચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ધોળા દિવસ ચાલતી ખનીજચોરી પ્રકરણમાં સરપંચ- તલાટી મંત્રી- મામતલદાર- સ્થાનિક પોલીસ સામે ટુકાગાળામાં પગલા ભરવામાં આવશે તેવું સૂત્રમાંથી જણાવા મળ્યું છે 

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી,  બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટા ફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહ્યા હતા.આ દરમ્યાન પી.એસ.આઈ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓને મળેલ ચોકકસ હિકકત આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારના માળી ગામની ગૌચરની જમીનમાંથી અમુક ઇસમો ગેરકાયદેસર માટી (મોરમ) નુ ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી (1) જેસીબી - રજી. ન GJ37S0300 (2) ટ્રેક્ટર ટ્રોલી સહિત જેના રજીસ્ટેશન નંબર નથી (3) ટ્રેક્ટર ટ્રોલી સહિત જેના રજી નંબર GJ23CF6752 (4) ટ્રેક્ટર ટ્રોલી સહિતનું તેના રજી નંબર GJ37J2970 તથા ટ્રોલી નંબર GJ37T6071 નુ મળી કુલ કિ.રૂ.૨૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ ના અધિકારીઓ દ્રારા પંચરોજ કામ કરી જગ્યાની જરૂરી માપણી કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ હાજર મળી આવેલ કસુરદાર આવળદાન નાગજીભાઈ જામ જાતે ગઢવી રહે કનકપર ગામ તાલુકો કલ્યાણપુર જીલ્લો દેવભૂમિ દ્વારકા વાળાને તથા મુદ્દામાલને કલ્યાણપુર પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.