વોર્ડ નં.4ના AAPના ઉમેદવાર રાહુલ ભુવા-હાર્દિક રિબડીયા સામે FIR:બેનર હટાવતા દબાણ શાખાના અધિકારીને ‘ભાજપના દલાલ’ કહ્યાં, વીડિયો કટ કરીને મુક્યાનો દાવો રાજકોટ4 કલાક પેહલા રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, ગત 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો, ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કર્યાનો આરોપ આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાની ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી. અમારી ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કરી અમારી ફરજમાં રુકાવટ કરી હતી, જેથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે આપના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ ભુવાએ દબાણ શાખાના અધિકારીને ભાજપના દલાલ કહી બબાલ કરી. રાહુલ ભુવાએ દબાણ શાખાના અધિકારીને ભાજપના દલાલ કહી બબાલ કરી. આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતીઃ રાહુલ ભુવા આ ઘર્ષણ બાબતે AAPના વોર્ડ 4ના ઉમેદવાર રાહુલ ભુવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી. હું ખુલાસો કરવા માગુ છું કે, આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા, જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે, ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. તમામ પોસ્ટર અને બેનર ગાડીમાંથી ઉતારી લીધા. તમામ પોસ્ટર અને બેનર ગાડીમાંથી ઉતારી લીધા. ‘આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે’ મહત્વપૂર્ણ બાબતે છે કે, 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. તપાસમાં માત્ર AAPના બેનર હોવાનું સામે આવ્યું. તપાસમાં માત્ર AAPના બેનર હોવાનું સામે આવ્યું. ‘રોડ પરથી ભાજપના બેનરો ઉતારવામાં ન આવ્યાં’ આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ વધુમાં જણાવ્યું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગ્યું હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે, પરંતુ તેને ઉતારવામાં આવતા નથી, ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય, પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. હાર્દિક રીબડીયાએ પણ અધિકારીઓને સમર્થકોના ઘરેથી પોસ્ટર ન ઉતારવા જણાવ્યું હતું. હાર્દિક રીબડીયાએ પણ અધિકારીઓને સમર્થકોના ઘરેથી પોસ્ટર ન ઉતારવા જણાવ્યું હતું. ‘આ લોકોએ વીડિયો કટ કરીને પછી રિલીઝ કર્યો’ જ્યારે એ લોકોને ખબર પડી કે એ તેઓ ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી રિલીઝ કર્યો છે. એ લોકો વીડિયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી.
- બેનર હટાવવા મુદ્દે દબાણ શાખા સાથે ઘર્ષણ - સરકારી ફરજમાં રુકાવટ બદલ BNS ની કલમો હેઠળ ગુનો નોંધાયો.
- "વીડિયો એડિટ કરીને બદનામ કરવાનું કાવતરું" - રાહુલ ભુવાએ ભાજપના ઈશારે કાર્યવાહી થતી હોવાનો લગાવ્યો આક્ષેપ
- કુવાડવા રોડ પર ડિમાર્ટ પાછળ થયેલી બબાલ પહોંચી બી ડિવિઝન પોલીસ મથકે - અધિકારીની ફરિયાદથી તપાસ તેજ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4 માં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના બે મજબૂત ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયા સામે સરકારી ફરજમાં રુકાવટ અને અધિકારી સાથે અપશબ્દો બોલવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ ઘટના કુવાડવા રોડ પર ડિમાર્ટની પાછળ બની હતી, જ્યાં દબાણ હટાવ શાખાની ટીમ ચૂંટણીલક્ષી બેનરો હટાવવાની કામગીરી કરી રહી હતી.
દબાણ હટાવ શાખાના અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 31 માર્ચના રોજ જ્યારે તેઓ ઇલેક્ટ્રિક થાંભલા પરથી આમ આદમી પાર્ટીના બોર્ડ ઉતારી રહ્યા હતા, ત્યારે રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ ત્યાં આવીને ધાકધમકી આપી હતી. અધિકારીનો આક્ષેપ છે કે ઉમેદવારોએ તેમને "તમે ભાજપના દલાલ છો" કહીને અપમાનિત કર્યા હતા અને મનપાની ગાડીમાંથી જપ્ત કરેલા બેનરો બળજબરીપૂર્વક ઉતારી લીધા હતા. આ મામલે પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કે ફરજમાં રુકાવટની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવાએ આ સમગ્ર મામલાને ભાજપનું કાવતરું ગણાવ્યું છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "31 માર્ચના રોજ જાહેર રજા હોવા છતાં અધિકારીઓ માત્ર આમ આદમી પાર્ટીના જ બેનરો ઉતારી રહ્યા હતા. તે સમયે આચારસંહિતા પણ અમલમાં નહોતી, છતાં સમર્થકોના ખાનગી ઘરોમાં લગાવેલા બેનરો પણ ધારીયા વડે ઉતારવામાં આવ્યા હતા." તેમણે વધુમાં ઉમેર્યું કે જે વીડિયો વાઈરલ થયો છે તે એડિટ કરેલો છે અને સાચી હકીકત છુપાવવા માટે તેને કટ કરીને રિલીઝ કરવામાં આવ્યો છે.
આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના અસંખ્ય બેનરો અને હોર્ડિંગ્સ લાગેલા છે, પરંતુ તંત્ર દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ફક્ત આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરીને ભાજપના ઈશારે અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. રાહુલ ભુવાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પ્રજાના હક માટે સવાલ પૂછવાનું ચાલુ રાખશે અને આવી ફરિયાદોથી ડરવાના નથી.
ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકોટમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ હવે પોલીસ કચેરી સુધી પહોંચ્યા છે. વોર્ડ નંબર 4 માં સર્જાયેલી આ બબાલ બાદ આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે. પોલીસ હવે વાઈરલ વીડિયોની સત્યતા તપાસવા અને સાક્ષીઓના નિવેદન લેવાની દિશામાં આગળ વધી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.