ધોરાજીના પટેલ કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો તોડ
- એપ્લીકેશનમાં HIનો મેસેજ મળ્યા બાદ સેક્સની લાલચમાં કારખાનેદાર ઉપલેટાની વાડી સુધી પહોચ્યા
- પટેલ કારખાનેદારને નગ્ન કરી વિડીયો ઉતારી લીધા બાદ 1500 અને 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા
- તરુણે ટીશર્ટ ઉચું કર્યુંને ફસાયા: અન્ય ત્રણે આવીને કહ્યું તે અમારા છોકરા પર રેપ કર્યો છે કહી બેફામ મારમાર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ : ધોરાજીના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂ.1 લાખ પડાવી લેતી ટોળકી સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ હતી. ફેસબુકમાંથી ફ્રેન્ડશીપ એપ ડાઉનલોડ થઇ ગયાં બાદ આવેલ ઇંશ ના મેસેજથી યુવક ફસાયો હતો. ઉપલેટા નજીક વાડીએ બોલાવી નગ્ન કરી વિડીયો ઉતારી અમારા છોકરા પર રેપ કર્યો છે કહીં ટોળકીએ બેફામ મારમારી રૂ.1500 લૂંટી 1 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં બાદ યુવકને ધમકી પણ આપી હતી. પોલીસે આકરી કલમ હેઠળ ગુનો નોંધી ટોળકીને સકંજામાં લઈ તપાસ આદરી હતી. વધું ગુના પણ સામે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
બનાવ અંગે ધોરાજીના હિરપરા વાડીમાં રહેતાં પારસભાઈ પરસોતમભાઈ સોજીત્રા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને બે અજાણી મહિલા સહિત સાત શખ્સોના નામ આપતા ધોરાજી પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૭), ૩૦૯(૬), ૧૨૭(૭), ૬૧(૨), ૩૫૧(૩), ૩૫૨, ૩(૫) મુજબગુનો દાખલ કરી તપાસ હાથ કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ધોરાજીમાં જુનાગઢ રોડ પર શ્રી રાધે એન્જીન્યરીગ નામનુ લેથનું કારખાનુ ચલાવે છે.તેને ફ્રેન્ડશીપ એપ મારફતે કોઈ વ્યક્તિ સાથે વાતચીત થઇ હતી ગઇ તા.22 ના આ વ્યક્તિનો મેસેજ આવેલ અને કહેલ કે, તુ સાંજે સાડા સાતેક વાગ્યે મને મેસેજ કરજે. જેથી તે સમયે મેસેજ કરતા તેને સાડા નવ વાગ્યાની આસ-પાસ ઉપલેટા આવ જે મારે તને એક સ્પેશિયલ પર્સન સાથે મુલાકાત કરાવવાની છે, આ બાદ ઉપલેટાની વાડીમાં યુવતી સાથે સેક્સની લાલચ આપી ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં અંદર જતા જ આ છોકરાએ ઓરડીનો દરવાજો બંધ કરી દિધેલ અને યુવક કઈ સમજે તે પહેલા આ છોકરાએ પોતાનુ અને યુવકનું ટી-શર્ટ ઝડપથી કાઢી નાંખતા તેને કહેલ કે, આ બધુ શુ છે. ત્યા તો તરત જ બીજા ત્રણ જણા ઓરડીનો દરવાજો ખોલી અંદર આવી ગયેલ અને ત્રણ પૈકી એક શખ્સ ત્યા ઉભો રહેલ અને બે શખ્સોએ તેને મારી ખાટલા ઉપર પાડી દિધો અને મોબાઇલ તથા કારની ચાવી લઈ તેના ખીંચામાં નાખી દીધી હતી
- ભત્રીજો દવા પી ગયાનું કહી 3 લાખની માંગણી કરાઈ
જે બાદ ગઈ તા.29 સાંજના સમયે નિકુંજ પટેલનો ફોન આવેલ કે, ગઈ તા.22 ના રાતે તમે જેને મળવા આવેલ હતા તે અમારા ભત્રીજાએ દવા પી લીધેલ છે, તે હોસ્પીટલમાં દાખલ છે અહીથી ત્રણ લાખનો ખર્ચો છે, ઈ તમારે આપવા પડશે, નહીતર અમે તમારી ઉપર પોલીસ ફરીયાદ કરી નાખશું, તે દિવસે સોનાનો ચેઇન પહેરેલ તે વ્યક્તિ નિકુંજ પટેલ હોવાનુ મને લાગેલ, જેથી તેને ચોખ્ખી ના પાડી દિધેલ કે મારી પાસે પૈસા નથી. તે બાદ રઘુ રાઠોડનો ફોન આવેલ અને વોટ્સએપમાં જે છોકરો દવા પી ગયેલ તેના દવાનુ અને એમ્બયુલન્સનુ બીલ મોકલેલ. જેમાં દવા પી ગયેલ તે છોકરાનુ નામ ચીરાગ પટેલ હતુ. જેથી જેમની સાથે વાત કરતો અને જેણે મળવા બોલાવેલ તે છોકરાનો નામ ચીરાગ પટેલ હોવાનુ લાગેલ. જેથી મે રઘુને કહેલ કે, હુ હવે પોલીસ કમ્પલેઇન કરવા જાવ છું, તો રઘુએ તેના વોટ્સએપમાંથી ફોટા ડીલીટ મારી દિધા. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.આર.પટેલ અને ટીમે આરોપીને પકડવા તજવીજ આદરી હતી. - નગ્ન અવસ્થામાં પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી અપાઈ
પટેલ કારખાનેદારનો લેંઘો અને ચડી કાઢી પૂરો નગ્ન કરી દિધેલ અને આ બન્ને થઈને ઢીંકાપાટુ મારવા લાગેલ અને બધા તેના મોબાઇલમાં નગ્ન હાલતમાં વિડીયો ઉતારતા હતા. એક શખ્સે ભત્રીજા સાથે રેપ કર્યાનો આરોપ મુકીને કહ્યું હતું કે મે હમણા મોટા સાહેબને ફોન કરી દિધેલ છે તને પોલીસ સ્ટેશને નાગો લઈને જાવાનો છે. આ વિડીયો આખા ધોરાજીમાં વાયરલ કરી દઇશ. જેથી તેને કહેલ કે, મે તમારા ભત્રીજાને ટચ પણ નથી કરેલ તેમ છતા આ સોનાનો ચેઇન પહેરેલ ભાઇ ખુણામાં પડેલ ટ્યુબ લાઈટ લઈને બાવળામાં મારી ગાળો આપી ઓરડી બહાર લઇ ગયેલ અને મારતા મારતા બંને શખ્સોએ પર્સમાંથી 1500 રૂપિયા લુંટી લીધેલ અને બે જણા મારતા હતા, તે સીવાયનો ત્રીજો શખ્સ પૈસા આપી સમાધાન કરી નાખવાનુ કહેવા લાગેલ હતો.આ લોકોએ નગ્ન વિડીયો બનાવેલ હોય અને રેપના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતાં ડરી જતા તેમની વાત માનેલ અને અને રકઝકના અંતે રૂ.80 હજારમાં નક્કી કરેલ અને ત્યારે ત્યા બે લેડીઝ આવતા આ ચારેય જણાએ કપડા આપી દિધેલ અને ત્યા ઓરડીની પાછળ કપડા પહેરતો હતો. ત્યારે આ ચાર જણ અને બે લેડીઝ છએય જણા હસીને વાતો કરતા હતા કે, આ માની જાશે, તમે હજી આની પાસેથી એક લાખ કઢાવો.