Loading Please Wait !!!
સીબીએફસીની નવી પેનલમાં ગુજરાતી ફિલ્મ સર્જક અભિષેક જૈન સહિત પ્રીતિ ઝીન્ટા અને સુનિલ શેટ્ટીની નિમણૂંક

 

  • માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

  • નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી નિર્માતા-નિર્દેશક અભિષેક જૈનને મળ્યું ગૌરવવંતુ સ્થાન

  • ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ અને પલ્લવી જોષી પણ સમિતિમાં સામેલ

સિટી ન્યુઝ @ મુંબઈ

કેન્દ્ર સરકાર દ્વારા ૬ વર્ષના લાંબા ગાળા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (CBFC) નું પુનઃગઠન કરવામાં આવ્યું છે, જેમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડીને નવી પેનલની જાહેરાત કરાઈ છે. આ નવી બોડીમાં નેશનલ એવોર્ડ વિજેતા જાણીતા ગુજરાતી નિર્માતા-નિર્દેશક અભિષેક જૈન ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા, અભિનેતા પંકજ ત્રિપાઠી, સુનિલ શેટ્ટી, પલ્લવી જોષી, પ્રસનજીત ચેટર્જી, ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ, મનોજ જોશી અને દિગ્ગજ દિગ્દર્શક પ્રિયદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિમણૂંક બાદ અભિષેક જૈને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં ગુજરાતી ફિલ્મોના સેન્સર સર્ટિફિકેશનની પ્રક્રિયા ગુજરાતમાં જ થાય તેવા સાર્થક પ્રયત્નો કરશે.

આ નવી બોડી તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે અને આગામી ૩ વર્ષ સુધી અથવા આદેશ ન થાય ત્યાં સુધી પોતાનો કાર્યભાર સંભાળશે. આ સમિતિમાં રૂપાલી ગાંગુલી, નીલા માધબ પંડા, નિશીગંધા વેદ, ગાયક હંસરાજ હંસ, વામન કેન્દ્રે અને યતીન્દ્ર મિશ્રા જેવી ફિલ્મ જગતની અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભારતીય સિનેમાના વિકાસ અને પ્રમાણપત્રની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સિનેમા અને સાંસ્કૃતિક વિકાસ

સેન્સર બોર્ડ જેવા મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પર દેશભરના અનુભવી કલાકારો અને ફિલ્મ નિર્માતાઓની ઉપસ્થિતિ કલા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની સાથે સામાજિક મૂલ્યોનું ઉત્તમ સંતુલન જાળવવામાં સહાયક બને છે.

ગુજરાતમાં સેન્સર બોર્ડ લાવવા પ્રયત્ન કરીશ : અભિષેક
સીબીએફસીની નવી પેનલમાં નિયુકત થયેલા ગુજરાતી ફિલ્મનાં નિર્માતા-નિર્દેશક અીભષેક જૈને જણાવ્યું હતું કે આ વર્ષે મારા માટે સુખદ આશ્ચર્યજનક ઘટનાઓ બની મારી ગુજરાતી ફિલ્મ `મારણ'ને નેશનલ એવોર્ડ મળ્યો અને તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ મેકર્સ માત્ર ફિલ્મ મેકર્સ ન હોવા જોઈએ તેમનું ઈકો સીસ્ટમમાં પ્રદાન હોવુ જોઈએ.

મારો એવો જ પ્રયાસ છે કે હું ઈકો સીસ્ટમમાં મારૂ બેસ્ટ પ્રદાન કરૂ.અભિષેક જેને જણાવ્યું હતું કે સીબીએફસીની ભુમિકા માત્ર ફિલ્મને સર્ટીફાઈ કરવાની નથી. પરંતુ ઘણી ભૂમિકા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોમાં સેન્સર સર્ટીફીકેટ માટે મુંબઈ ન જવુ પડે અને ગુજરાતમાં થાય તેવા પ્રયત્ન કરીશ આથી ખર્ચ, વિલંબ મામલે રાહત થશે.