Loading Please Wait !!!
એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન ફાઇનલ ટક્કર

 

  • જાપાનના નિશિન ખાતે મેચ રમાશે

  • સત્તર ટી-ટવેન્ટી મેચોમાં સામસામે આવી ટીમો

  • ભારતે ચૌદ મેચોમાં વિજય મેળવ્યો

સિટી ન્યુઝ @

નવી દિલ્હી @

મુખ્ય સમાચાર

એશિયન ગેમ્સ 2026માં પુરુષ ક્રિકેટ સ્પર્ધાના અત્યંત રોમાંચક ફાઇનલ મુકાબલામાં શનિવારે ભારત અને પાકિસ્તાનની કટ્ટર હરીફ ટીમો ગોલ્ડ મેડલ માટે આમને-સામને ટકરાશે. એશિયન ગેમ્સના ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે બંને દેશો કોઈ મોટી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે સીધા સામસામે રમાશે. લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણીઓ બંધ હોવાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ ઐતિહાસિક મુકાબલો દુનિયાભરના રમતપ્રેમીઓ માટે ભારે આકર્ષણ અને કુતૂહલનું કેન્દ્ર બન્યો છે.

આ મહામુકાબલો આગામી 3 ઓક્ટોબર, 2026ને શનિવારના રોજ જાપાનના નિશિન સ્થિત પ્રખ્યાત 'કોરોગી સ્પોર્ટ્સ પાર્ક' ખાતે રમાશે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના રેકોર્ડ પર નજર નાખીએ તો પાકિસ્તાન સામે ભારતીય ટીમનો હંમેશાં ભારે દબદબો રહ્યો છે. બંને ટીમો અત્યાર સુધી કુલ 17 ટી20 મેચોમાં આમને-સામને આવી છે, જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને 14 મેચોમાં વિજય મેળવ્યો છે, જ્યારે પાકિસ્તાનની ટીમ માત્ર 3 મેચ જ જીતી શકી છે.

તાજેતરમાં જ સંપન્ન થયેલા 2026ના ટી20 વિશ્વ કપમાં પણ ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રનના મોટા અંતરથી હરાવીને પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત કર્યું હતું. એશિયન ગેમ્સની આ ફાઇનલ મેચમાં પણ ભારતીય ખેલાડીઓ પોતાના વિજયી રથને આગળ ધપાવવા અને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જ્યારે પાકિસ્તાની ટીમ પણ પુનરાગમન કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.

ભારતમાં ક્રિકેટના દિવાના ચાહકો આ રોમાંચક ગોલ્ડ મેડલ મેચનું સીધું અને જીવંત પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિવિઝન પર જોઈ શકશે. આ ઉપરાંત, સોનીલીવ (SonyLIV) એપ અને અધિકૃત વેબસાઇટ પર ઓનલાઇન લાઇન સ્ટ્રીમિંગ દ્વારા તેમજ ડીડી સ્પોર્ટ્સ (DD Sports) ચેનલ પર પણ મેચનો રોમાંચ માણી શકાશે, જેથી દેશભરના પ્રશંસકો મેચની એક પણ પળ ચૂકી ન જાય.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે માત્ર એક ખેલ નહીં પરંતુ કરોડો લોકોની ભાવનાઓનો વિષય હોય છે. ખરા યુદ્ધ જેવી આ ફાઇનલ મેચમાં જે ટીમ પોતાના પર સંયમ રાખીને ઉત્તમ પ્રદર્શન કરશે, તે જ ઇતિહાસ રચશે અને વિજયી બનીને દેશનું નામ રોશન કરશે.

ક્રિકેટ રોમાંચ અને મહાસંગ્રામ 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમત હંમેશાં અદભુત રોમાંચ અને તણાવથી ભરેલી હોય છે. ખેલદિલીની ભાવના સાથે રમાતી આવી સ્પર્ધાઓ બંને દેશોના ખેલપ્રેમીઓમાં નવો ઉત્સાહ ભરે છે અને રમત જગતમાં યાદગાર ઇતિહાસ રચે છે.

મેચનું ટાઈમટેબલ 
 * મેચની તારીખઃ 3 ઓક્ટોબર, 2026 (શનિવાર)
 * ટોસનો સમયઃ સવારે 9ઃ30 વાગ્યે (ભારતીય સમયાનુસાર)
 * મેચ શરૂ થવાનો સમયઃ સવારે 10ઃ00 વાગ્યે (ભારતીય સમયાનુસાર)
 * મેચનું સ્થળઃ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક, નિશિન (જાપાન)