Loading Please Wait !!!
અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં 6000 રન પૂરા કરીને રચ્યો ઇતિહાસ

 

  • ફિલ એલન 3386 બોલ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે

  • આન્દ્રે રસેલ અને ટિમ ડેવિડ પણ ટોચના બેટ્સમેનોમાં સામેલ

  • કેએલ રાહુલ 166 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને ચાર્ટમાં આગળ છે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

અભિષેક શર્માએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. મેચ દરમિયાન માત્ર 5 રન બનાવતાની સાથે જ તેણે T20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કર્યા હતા. ખાસ કરીને રમાયેલા બોલની સંખ્યાના આધારે 6000 રન પૂરા કરનાર તે વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. અભિષેકે માત્ર 3420 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ યાદીમાં ફિલ એલન 3386 બોલ સાથે પ્રથમ ક્રમે છે.

આ રેકોર્ડ લિસ્ટમાં અન્ય ખેલાડીઓની વાત કરીએ તો, આન્દ્રે રસેલ 3550 બોલ સાથે ત્રીજા, ટિમ ડેવિડ 3681 બોલ સાથે ચોથા અને વિલ જેક્સ તેમજ ફિલ સોલ્ટ 3857 બોલ સાથે આ માઈલસ્ટાન સુધી પહોંચ્યા છે. જો ઇનિંગ્સની દ્રષ્ટિએ જોઈએ તો અભિષેક શર્મા 203 ઇનિંગ્સમાં 6000 T20 રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ બાબતમાં કેએલ રાહુલ 166 ઇનિંગ્સ સાથે આગળ છે, જ્યારે એકંદરે ક્રિસ ગેઇલના નામે 162 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 6000 T20 રન પૂરા કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

રમતગમત જગતના કીર્તિમાન

ક્રિકેટ જગતમાં યુવા ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવતા આવા રેકોર્ડ્સ તેમની પ્રતિભા અને સખત મહેનતની સવારી પર દેશનું નામ રોશન કરે છે. અભિષેક શર્માની આ ઉપલબ્ધિ ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે.

સૌથી ઝડપી 6000 
T-20 રન (બોલ દ્વારા)
3386 ફિન એલન
3420 અભિષેક શર્મા 
3550 આન્દ્રે રસેલ
3681 ટિમ ડેવિડ
3857 વિલ જેક્સ/ફિલ સોલ્ટ