Loading Please Wait !!!
રાજકોટમાં ગૌ સન્માન દિવસ નિમિતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ

  • ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા આવેદનપત્ર અપાશે

    સિટી ન્યૂઝ@રાજકોટ : આચાર્ય, સંત મહાપુરુષ, ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા આગમી તા.07, મે, ગુરૂવારના રોજ ગૌ સન્માન દિવસ' નિમીતે સમગ્ર રાજ્યમાં ગૌપ્રેમીઓ દ્વારા પોતપોતાના શહેર, ગામમાં, તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીશ્રીઓને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકાર દ્વારા કડક કાયદો બનાવવા અંગેનું આવેદન પત્ર તથા ગૌમાતાને લગતી અનેક બાબતો અંગે જાણ કરવા માટે એક ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ કરાયું છે.
    ગોપાલકો દ્વારા કાનુન સબંધિત મુખ્ય માંગણીઓ કરાઈ છે જેમાં (૧) ગૌ હત્યારાઓ અને ગૌ તસ્કરીમાં જોડાયેલ ગુનેગારો માટે આજીવન કેદ જેવી કઠોર સજાની જોગવાઇ (2)  ગૌ તસ્કરીમાં વપરાતા વાહનો જપ્ત થયા પછી જામીન ન થવા જોઈએ, તેમને કાયમ માટે જપ્ત કરવા તેની હરાજી કરવી અથવા ગૌશાળાઓના ઉપયોગ માટે સોંપવા (3) કંપનીઓ માટે તેમના CSR ભંડોળમાંથી ચોક્કસ રકમ ગો સેવા પ્રવૃત્તિઓ પર ખર્ચ કરવા માટે ફરજિયાત કરવામાં આવે. (4) સિંગલ-યુઝ પોલીથીન કેરી બેગના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવો અથવા ઉપયોગ પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરવો . (5) પશુ મેળાના નામે ગેરકાયદેસર ગૌ તસ્કરીને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવા માંગ કરાઈ છે.