Loading Please Wait !!!
રાજકોટની ધોળકીયા સ્કુલના 9 વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટ



પપ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ 80 ટકાથી વધુ માર્ક મેળવ્યા : બોર્ડ ટોપ-10માં 54, એ-1 ગ્રેડમાં 413 છાત્રો

સિટી ન્યૂઝ@રાજકોટ
બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કુલમાં ધોરણ-10માં શાળાનાં અડધાથી પણ વધુ (55%) વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં 80% થી પણ વધુ ગુણ  મેળવી ફરી પોતાની સ્કુલનો રેકોર્ડ તોડયો છે. 700માંથી 695 માર્કસ સાથે નવો વિક્રમ અને 99.99 પી.આર. સાથે 9-9 વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ આવ્યા છે. સમગ્ર ગુજરાત બોર્ડમાં ટોપ-10માં પ4, એ-1 ગ્રેડમાં 413, 90થી વધારે પી.આર. સાથે 63પ વિદ્યાર્થી અને 100માંથી 100 માર્કસ સાથે સબ્જેકટ હાઇએસ્ટ 300 છાત્રો ઝળકી ઉઠયા છે. આજે શાળા પરિવારે આ સુવર્ણ પરિણામની ઉમંગ સાથે ઉજવણી કરી હતી. કોઈ એક જ સ્કૂલમાંથી આટલી મોટી સંખ્યામાં હોનહાર તેજસ્વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠ્યા હોય તેનું એકમાત્ર કારણ 55 વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષણગણ, બાલમંદિર થી 12 ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલીગણનો ધોળકિયા સ્કૂલ્સ પર મૂકેલો વિશ્વાસ છે.આજરોજ S.S.C બોર્ડનું પરિણામ જાહેર થતા જ ધોળકિયા સ્કૂલનું પટાંગણ વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉત્સાહ સાથે ઝુમી ઉઠ્યું હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ ઉઉંના સથવારે ધોળકિયા સ્કૂલ્સના આંગણે ઝુમી ઉઠયા હતાં. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવવી આ ખુશીના વાતાવરણને વધુ યાદગાર બનાવ્યું હતું.પોતાના સંતાનોની મહેનતના પરિણામને બિરદાવતા ધોળકિયા સ્કૂલ્સના વાલીઓએ મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.