દીકરીઓના ભણતર માટે ક્રાઈસ્ટ કોલેજમાં 40,000ની સ્કોલરશિપ
- નિશ્ચિત રૂટ પર ફ્રી બસ સેવા અને અન્ય રૂટ પર 50% ડિસ્કાઉન્ટ પણ મળશે
સિટી ન્યૂઝ@રાજકોટ: રાજકોટની ક્રાઈસ્ટ કોલેજ દ્વારા ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીનીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. દીકરીઓ આર્થિક સંકડામણના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી કોલેજ દ્વારા વિશેષ 'ગર્લ્સ સ્કોલરશિપ ઓનલાઈન ટેસ્ટ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં પસંદગી પામનાર વિદ્યાર્થીનીઓને કોલેજની ફીમાં સીધી 40,000 રૂપિયાની માતબર સ્કોલરશિપ (ફ્લેટ ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે.
આ સ્કોલરશિપ યોજના દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડશે અને તેમના સપનાઓને સાકાર કરવાની નવી તક પૂરી પાડશે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણની સાથે દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને કારકિર્દી નિર્માણ માટે કોલેજની આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
40,000 રૂપિયાની માતબર સ્કોલરશિપ ઉપરાંત, વિદ્યાર્થીનીઓની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે પણ કોલેજ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દીકરીઓને આવવા-જવા માટે કોલેજ દ્વારા અમુક નક્કી કરેલા ચોક્કસ રૂટ પર તદ્દન ફ્રી બસ સેવા ઉપલબ્ધ રહેશે. જ્યારે આ સિવાયના અન્ય રૂટ માટે કોલેજ બસ પરિવહનમાં 50% ડિસ્કાઉન્ટની ખાસ સુવિધા પણ આપવામાં આવશે, જેથી વાલીઓ પર આર્થિક ભારણ ઘટાડી શકાય.
7 મે સુધી રજીસ્ટ્રેશન, 8મે ના રોજ ઓનલાઈન ટેસ્ટ
દીકરીઓ માટેની આ વિશેષ સ્કોલરશિપ પરીક્ષા આગામી 8 મે 2026 ના રોજ સવારે 11:00 વાગ્યે લેવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 7 મે 2026 રાખવામાં આવી છે. આ પરીક્ષા ઓનલાઇન (Google Form દ્વારા) રહેશે, જેથી વિદ્યાર્થીનીઓ પોતાના અનુકૂળ સ્થાન કે ઘરેથી જ પરીક્ષા આપી શકશે. સ્કોલરશિપ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીનીઓ કોલેજની વેબસાઈટ www.christcollegerajkot.edu.in ની મુલાકાત લઈ શકે છે અથવા 8858831731 / 8980805225 નંબર પર સંપર્ક કરી શકે છે.