ગુજરાત ઉપર 48 કલાક ભારેખમ જોખમ
- એક સાથે ચાર સિસ્ટમ સક્રિય
- કેન્દ્ર સરકાર સંપર્કમાં તમામ પ્રકારની મદદની જાહેરાત
- અમદાવાદ પાણી-પીણી, કારો ડૂબી, બંગલાઓમાં પાણી ઘૂસ્યા
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એસ.જી. હાઇવે, ગોતા, પકવાન ચાર રસ્તા, થલતેજ, ઘાટલોડિયા, કારગિલ ચાર રસ્તા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ અને નારણપુરા સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ નોધાયો છે. સાબરમતી નદી કિнаરે આવેલા વાડજ વલ્યા છે. વાડજમાં રોડ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો.
- સુરતમાં બીજીવાર પૂરની સ્થિતિ : યુધ્ધના ધોરણે રેસ્ક્યૂ ચાલુ
સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ સુરતમાં બીજી વખત પૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે શહેર અને આસપાસની મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થતાં વીથિયાણવાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. સહીયાહેમાદ જેવા વિસ્તારોમાં તો કમરસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર અને લોકપ્રતિનિધિઓ તુરત જ એક્શન મોડમાં આવી ગયા છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાના પ્રત્યક્ષ માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રી વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તંત્રને જરૂરી તમામ મદદ અને દિશાનિર્દેશો પૂરા પાડી રહ્યા છે. મંત્રીની સૂચનાથી ચાઉન્ડ ઝીરો પર સ્થાનિક પદાધિકારીઓ અને પ્રશાસનની ટીમે આખી રાત ખડેપગે રહીને બચાવ કામગીરી પાર પાડી હતી.
- વલસાડ બેટમાં ફેરવાયું : કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ બનાવ્યું
ગુજરાતમાં હવે મેઘરાજા પૂરજોશમાં બેટિંગ કરવાના મુડમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે ૪ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી ૭ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ખાસ કરીને આગામી ૨ દિવસ સુધી, રાજ્યના મોટોભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટલાક જિલ્લાઓમાં લાલ, નારંગી અને પીળા રંગની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતાને કારણે, રાજ્યના તમામ બંદરો પર ભયજનક સંકેત નંબર ૩ લગાવવામાં આવ્યો છે અને માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. હાલમાં કુલ ૪ સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય ટ્રફનો સમાવેશ થાય છે.