Loading Please Wait !!!
ગુજરાતના 1200 રસ્તા બંધ, 22 ટ્રેન રદ

  • ગુજરાત ઉપર ભારે વરસાદના કારણે અફડાતફડીનો માહોલ
  • શાકભાજીની આવકમાં ઘટાડો; ભાવ વધશે

સિટી ન્યૂઝ@અમદાવાદ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગુરુવારે રેકોર્ડબ્રેક વરસાદે જનજીવન ઠપ કરી દીધું હતું. જ્યારે અમદાવાદમાં પણ એક જ દિવસમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ તૂટી પડતા સમગ્ર શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જેને પગલે ૭ નેશનલ અને ૩૦ સ્ટેટ હાઈવે સહિત ૧૨૦૪ માર્ગ બંધ થઈ ગયા છે અને ૨૨ ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.પૂરની આ પરિસ્થિતિને પગલે રાજ્યના ૧૬ જિલ્લામાં ૨૪ જુલાઈએ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. અમદાવાદમાં ૨૫ જુલાઈએ તમામ સ્કૂલ- કોલેજો અને અંગણવાડીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફોમ આપી દીધું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ધોલવડ, ઉમરગામ અને બીલીમોરા રેલવે

સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા સુરત-મુંબઈ રુટ પર ટ્રેનોના પૈડાં થંભી ગયા છે. સુરત અને વાપી તરફ જવા માટે હજુ સુધી ટ્રેન ની કોઈ રાબેતા મુજબની વ્યવસ્થા કરવામાં આવી નથી, બસની વ્યવસ્થા પણ હજુ સુધી પૂર્વવત શરૂ થઈ શકી નથી, આવતી કાલે જો પાણી ઓસરે તો ટ્રેન અને બસ વ્યવહાર સુરત અને વાપી તરફ રાબેતા મુજબ શરૂ થશે.શાકભાજીની સપ્લાય અંગે અમદાવાદની જમાલપુર એપીએમસીના સેક્રેટરી સંજયભાઈએ જણાવ્યું હતું કે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિકમાં વાહનો ફસાતા ખેડૂતો શાકભાજી મોકલતા નથી. જોકે શાકભાજી ઘટવાના કારણે ભાવમાં કોઈ વધારો થાય તેવી હાલ શક્યતા નથી. અમદાવાદ તરફ જવા માટે બાવળા, ધોળકા, ધંધુકા,સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ સહિતના જિલ્લા શહેરો અને રાજ્યમાંથી અમદાવાદમાં શાકભાજી આવે છે.

  • 10 હજાર મુસાફરોને ભારે હાલાકી
  • ST બસની 230 ટ્રિપ રદ
  • રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર હાઈ-વે પર વરસાદી પાણી ભરાતા રદ કરવી પડી

અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાઈવે સહિતના રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને પગલે વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની આજે ૨૫ જુલાઈની ૨૨૭ ટ્રીપ રદ કરવામાં આવેલી છે. જેમાં અમદાવાદ, સંતરામપુર, માંડલ અને થરા સહિતના રૂટોનો સમાવેશ થાય છે. એક ટ્રીપમાં મિનિમમ ૪૫ મુસાફરો હોવાથી તો પણ ૧૦ હજારથી વધુ મુસાફરોને હાલાકી ભોગવી છે. આ સાથે જ ત્રાણોય જિલ્લાની દૈનિક આવકમાં આજે ૩.૭,૩૮,૫૯૬ નું ગાબડું પડ્યું છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ તરફ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે

બગોદરા થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે રૂટ શરૂ કરી થઈ જશે. રાજકોટ એસટી વિભાગની ૨૨૭ ટ્રીપ રદ થતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં રૂ.૮૦,૫૦૦ ની આવક ગુમાવવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂ.૨.૫૪ લાખ તો મોરબી જિલ્લામાં દૈનિક આવકમાં રૂ.૩.૦૩ લાખનો ઘટાડો થયો છે.