સુરત: હીરા ઉદ્યોગમાં સુધારા વચ્ચે રત્નકલાકારોનો પગાર વધારવા માંગ
કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર, માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સિટી ન્યૂઝ@સુરત
હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારોના પગાર અને હીરાની મજૂરીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનો દાવો કરી હવે ઉદ્યોગમાં સુધારો દેખાતા રત્નકલાકારોના પગાર અને મજૂરીમાં વધારો કરવાની માંગ ઉઠી છે. આ માامله આજે સુરત જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે હીરા ઉદ્યોગમાં મંદીના સમયગાળા દરમિયાન રત્નકલાકારોની આવકમાં મોટો ઘટાડો થયો છે. બીજી તરફ મોંઘવારી વધતા ઘરનું ગુજરાત ચલાવવું, મકાનની લોનના હપ્તા, બાળકોની શિક્ષણ ફી અને પર્સનલ લોનના હપ્તા ભરવામાં રત્નકલાકારોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ૨ વર્ષમાં અંદાજે ૮૦ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો પણ આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે.
હાલ હીરા ઉદ્યોગમાં સુધારો જોવા મળી રહ્યો હોવાથી મંદીના સમયગાળા દરમિયાન ઘટાડામાં આવેલા પગાર અને હીરાની મજૂરીમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભાવનગર અને તળાજામાં ભાવ વધારાની માંગ સાથે હડતાલ થઈ હોવાનું તથા મહુવાના રત્નકલાકારોએ પણ આવેદનપત્ર આપી ભાવ વધારાની માંગ કરી હોવાનું જણાવાયું છે. સુરતમાં નહીં સંતોષાય તો મહુવામાં પણ હડતાલની ચીમકી આપવામાં આવી છે. સુરતમાં પણ રત્નકલાકારોમાં હડતાલ અંગે ચર્ચા ચાલી રહી હોવાનું જણાવાયું છે.
રત્નકલાકારોની માંગણીઓ
-
હીરા ની મજૂરી મા વધારો કરો અને રત્નકલાકારો ના પગાર વધારો
-
રત્નકલાકારો ને મજૂર કાયદા મુજબ ના તમામ લાભો આપો
-
રત્નકલાકારો ના બાળકો ની શિક્ષણ ફી ભરો અથવા માફ કરો
-
રત્નકલાકારો કલ્યાણ બોર્ડ બનાવો
-
રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો
-
આર્થિક સંકટ ફસાયેલા રત્નકલાકારો ને વગર વ્યાજ ની લોન આપો
-
રત્નકલાકારો ને પ્રધાનમંત્રી આવાશ યોજના નો લાભ આપો
-
દરેક રત્નકલાકાર ને નિમણૂંક પત્ર આપો
-
રત્નકલાકારો ના આરોગ્ય ની ચકાસણી કરાવો
-
આપઘાત કરી જીવન ટૂંકાવી લેનાર રત્નકલાકારો ના પરિવાર ને મદદ કરો
-
વ્યવસાય વેરો નાબૂદ કરો