Loading Please Wait !!!
હવે બેંક લોકર પણ સુરક્ષિત નથી; અસલી સોનું નકલી થયું

  • સુરતની કેનેરા બેંકની ઘટના
  • લોકરમાં ૫૪ લાખના ૩ ગોલ્ડ બિસ્કિટ બદલાઈ ગયા
  • ૩૦૦ ગ્રામના બિસ્કિટમાંથી માત્ર 56 જ ગોલ્ડ નીકળ્યું
  • સિટી ન્યૂઝ@સુરત

સુરતમાં રહેતા અને દવાના ઉત્પાદકે કેસરા બેંકના લોકરમાં રાખેલા ૧૦૦-૧૦૦ ગ્રામના કુલ ૪૫ લાખની કિંમતના ૩ બિસિટ બદલાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. બેંકમાંથી ગોલ્ડ બિસ્કિટ ધરે લાવ્યા બાદ વેપારીને શંકા જતા જ્વેલર્સને ત્યાં તપાસ કરાવી હતી. વેપારીનો દાવો છે કે, જે ૩ બિસ્કિટનું કુલ વજન ૩૦૦ ગ્રામ હતું તેમાં માત્ર ૬૫ ગ્રામ જ ગોલ્ડ મળ્યું છે. જ્યારે ૨૩૫ ગ્રામ અન્ય ધાતુ હોવાનો દાવો કરાયો છે. રીનભાઈએ જણાવ્યું છે કે, અગાઉ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસમાં તેઓએ લોકરમાંથી સોનાના છ સેટ, હીરાના ત્રણ સેટ, આઠ સોનાની બંગડીઓ, ત્રણ સોનાના બિસિટ અને એક કિલો ચાંદીની ઈંટ સહિતનો તમામ સામાન બહાર કાઢ્યો હતો. તે સમયે તમામ દાગીના અને સોનાના બિસ્કિટ એકદમ સાચી અને મૂળ સ્થિતિમાં હતા. એટલે કે, જાન્યુઆરી ૨૦૨૫ સુધી લોકરમાં કોઈ છેડછાડ થઈ ન હોવાનું મનાઈ રહ્યું છે.

પરંતુ તેના બરાબર એક વર્ષ બાદ જ્યારે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફરીથી લોકર ઓપરેટ કરવામાં આવ્યું અને બધો સામાન ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે જ આ ચોરી પકડાઈ હતી. જે દર્શાવે છે કે આ ૧૨ મહિનાની અંદર જ બિસિટ અદલાજ બદલ શસ્ત્રે જેલ પાડી દીધો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે દોઢ વાગ્યે રીનભાઈ અને તેમના પત્ની દીપાબેન બેંકના લોકર નંબર ૧૮૧માંથી પોતાનો તમામ કિંમતી સામાન કાઢીને ઘરે લાવ્યા હતા. ઘરે લાવીને જ્યારે બિસિટની તપાસ કરવામાં આવી ત્યારે શંકા ઉપજતા તેઓ સીટી લાઈટ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ 'વિશ્વચંદ ગોવિંદજી જ્વેલર્સ' ખાતે તેની ખરાઈ કરાવી હતી. જ્વેલર્સની તપાસમાં સામે આવ્યું કે, જે બિસિટ અગાઉ ૧૦૦ ગ્રામના શુદ્ધ સોનાના હતા, તેમાં હવે માત્ર ૩૦ ટકા જ સોનું રહ્યું છે.