સૌરવ ગાંગુલીને જનથી મારી નાખવાની ધમકી
- સૌરવ ગાંગુલીને જનથી મારી નાખવાની ધમકી
સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જાનથી મારી ધમકીઓ મળી છે. કુરિયર દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં સૌરવ સહિત તેમની પત્ની ડોના ગાંગુલી અને તેમના સ્ટાફને જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી.ગાંગુલી પરિવારે કોલકાતા ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. વાંચો આખો પત્ર CAB ઓફિસમાં પત્રો મોકલ્યા, લખ્યું- ખતમ કરી દઈશું પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે
બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાં એક કુરિયર પકેટ પહોંચ્યું. લિાફો ખોલતા તેમાં અંગ્રેજીમાં લખેલા બે પત્રો મળ્યા, જેમાં સૌરવ ગાંગુલી, તેમની પત્ની ડોના અને તેમની સાથે કામ કરતા કર્મચારીઓને 'ખતમ કરવાની' (જીવનથી મારી નાખવાની) સીધી ધમકી આપવામાં આવી હતી. પત્રમાં અત્યંત આક્રમક અને હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પછી મામને ગંભીરતાથી લઈને તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ગાંગુલી પરિવારને આવા પત્રો છેલ્લા ૬ મહિનાથી સતત મળી રહ્યા હતા.