દિવ્યતા અને ભક્તિનો સંગમ: રાજકોટ બાલાજી હનુમાનજી મહારાજને અદ્ભુત પુષ્પ શણગાર
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સ્થિત બાલાજી હનુમાનજી મંદિરે મહાપ્રતાપી બાલાજી દાદાને આજે શનિવારના પવિત્ર દિવસે ભવ્ય અને અદ્ભુત પુષ્પ શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા છે. રંગબેરંગી ફૂલો અને કળાત્મક હલચલત્મક સજાવટથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ઝળહળી ઉઠ્યું હતું. બાલાજી દાદાના આ દિવ્ય શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો જોડાયા તેમજ દર્શનાર્થે આવતા ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ અર્પણ કરી હતી. દિવ્ય શણગાર અને ભક્તિભાવના આ અનોખા સંગમે ભક્તજનોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી હતી