રાજકોટ મહાપાલિકાનું લોકોને બિમાર પાડવાનું ષડયંત્ર ?
- પાણીમાં ઝેર, શહેરમાં હાહાકાર; 1100 લોકોને ઝાડા-ઉલ્ટી છતાં સત્ય છુપાવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
મનપા દ્વારા શહેરમાં સપ્લાય થતાં પાણીનું લેબ ટેસ્ટિંગ કરી પાણી દૂષિત છે કે કેમ તે જોવામાં આવે છે. ગત મે મહિનામાં લીધેલા સેમ્પલના રિપોર્ટમાં ૨૨ ફેલ જાહેર થતા અને શહેરના અંદાજે ૯ લાખથી વધુ લોકોને ઝાડા-ઉલટી થઈ શકે તેવું દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ થઈ ગયાનું ધ્યાનમાં આવતા મનપાએ પોતાની નાલેશી છુપાવવા મે માસનો લેબ ટેસ્ટિંગ રિપોર્ટ છુપાવી જૂન મહિનામાં જાહેર કર્યો હતો.મનપા દ્વારા શહેરમાં સપ્લાય કરવામાં આવતા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને બેક્ટેરિયા સહિતની તપાસ માટે લેબોરેટરીમાં મોકલી તેનો રિપોર્ટ દર મહિને વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે અમુફ સેમ્પલ ફેલ થવાનો રિપોર્ટ આવતા શુદ્ધિકરણમાં ખામી રહી ગયાનું સાબિત થઈ રહ્યું છે.છતાંં લાઈન લીકેજ સહિતના બહાના હેઠળ તંત્ર પોતાની
બેદરકારી છુપાવી રહ્યું છે, પરંતુ વધુ સેમ્પલ ફેલ થયા હોય ત્યારે રિપોર્ટ તે મહિને જાહેર કરવાના બદલે પછીના મહિને જાહેર કરાતો હોવાનું જાણવા મળ્યું છે.મનપાના વોટર વર્કસ વિભાગે વેબસાઈટ ઉપર પાણીના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ ગત વર્ષે જાહેર કર્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં- ૮ સેમ્પલ ફેલ બતાવ્યા છે. ત્યાર બાદ મે મહિનાનો રિપોર્ટ જાહેર કરવાના બદલે જૂન મહિનાનો રિપોર્ટ જાહેર કર્યો જેમાં-૧૫ સેમ્પલ ફેલ બતાવ્યા છે.અને બાદમાં મે મહિનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં સૌથી વધુ -૨૨ સેમ્પલ ફેલ બતાવ્યા છે. ત્યારે સવાલ એ ઊઠી છે કે, એપ્રિલ બાદ મે મહિનાનો રિપોર્ટ જાહેર કેમ ન કરવામાં આવ્યો? કારણ કે ઉપરાઉપરી વધુ સેમ્પલ ફેલ ન બતાવવા પડે અને પોતાની આબરૂ છુપાવવા તેમજ લોકો પણ એક મહિના બાદ બધું ભૂલી ગયા હશે તેવું વિચારી -૨૨ સેમ્પલ ફેલનો રિપોર્ટ એક મહિનો લેટ જાહેર કરવામાં આવ્યો હતો.
પાણીજન્ય રોગચાળાના મહિનામાં 1100 કેસ જ નોંધાયા
શહેરમાં દૂષિત પાણી પીવાથી મનપાના આરોગ્ય કેન્દ્રો ખાતે મહિને ૧૧૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સેંકડો કેસ નોંધાયા છે, છતાં તંત્ર દ્વારા આ મુદ્દે ઘટતું કરવાના બદલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.