હવે ‘OBC બચાવો આંદોલન’
- કોંગ્રેસના ઠાકોરશી રબારી થરાદથી OBC અન્યાય સામે આંદોલનનું બ્યૂગલ ફૂંક્યું
- આરોપ લગાવતા ઠાકોરશી રબારીએ કહ્યું લેખિત પરીક્ષામાં સફળ થયેલા OBC વિદ્યાર્થીઓને પણ ન્યાય મળતો નથી
સિટી ન્યૂઝ@વાવ-થરાદ
વાવ-થરાદમાં ખેડૂતોની પદયાત્રા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીના નિવેદોથી રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના હિત માટે આયોજિત આ કાર્યક્રમમાં બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં સત્તા પરિવર્તનની વાત કરી હતી. સત્તા પરિવર્તનની નેતા, મંત્રી, ધારાસભ્ય-સાંસદ કાબુમાં રહે કે નહીં તેમ સવાલ કરીને ચૂંટણી આવે ત્યારે પક્ષપક્ષી કરવી, પરંતુ હાલ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે મતદારોને પરિવર્તન અંગે વિચારવા માટે આડકતરી રીતે અપીલ કરી હતી.
ગેનીબેન ઠાકોરે રાજસ્થાનનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં પાંચ વર્ષ કોંગ્રેસ અને પાંચ વર્ષ ભાજપની સરકાર આવે છે, છતાં કોઈનું હિન્દુત્વ ખતમ થયું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એક જ સરકાર લાંબા સમય સુધી રહે તો જવાબદારી ઘટે છે અને પરિવર્તનથી લોકશાહી મજબૂત બને છે. દરમ્યાન OBC અનામત મુદ્દે ઠાકરશી રબારીએ આંદોલનનું બ્યુગલ ફૂંક્યું હતું. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પાકોનું પણ હવે વાવેતર કરવાની જરૂર છે, પાછળ ફળફલાદિ હોય કે અન્ય હોય. હવે પહેલા એક એરંડા અને રાયડાં બહુ જૂનું કે એ ઠીક. આપણી પરંપરાગત ખેતી પણ એના હિસાબે કાંઈદેવા ના ભરાયા અને એના હિસાબે કાંઈ મોટા કામ પણ થઈ શકે નહીં. અને જમીન પણ પરંપરાગત રીતે ઓછી થવાની છે. ત્યારે ઓછી જમીનમાં આપણે કેવી રીતે તેનું
વધુ ઉત્પાદન મેળવી શકીએ અને એક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને આપણે પોતે આગળ વધવા માટેના પ્રયત્ન કરીએ.
પશુપાલનમાં પણ આજે ભલે આપણે બનાસકાંઠાની અંદર સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરીએ, પણ જેટલી આપણી બનાસકાંઠાના આ વિસ્તારની જમીન છે, વ્યવસ્થાઓ છે. એના પ્રમાણમાં હજી આપણે આનાથી પણ વધારે વ્યવસ્થા કરી શકીએ એમ છીએ. ધાનેરાનું થાવર ગામ છે, ત્યાં રોજનું એક લાખ લીટર દૂધ આવે છે; પચાસ હજાર સાંજે અને પચાસ હજાર સવારે. એક દિવસમાં એક લાખ લીટર દૂધ આપવાની બનાસ ડેરીની અંદર ધાનેરા તાલુકાનું, થાવર ગામનું જાય છે. ત્યારે આ ત્યાં પણ ખેડૂતો છે, આપણા સગાવાળા છે, આપણો તાલુકો આપણો નજીકના હશે, એટલે ખેતીને પશુપાલનને, નિભાવ પૂરતું નહીં, પણ એને બિઝનેસ, ધંધાના રૂપમાં પણ આપણે બધાએ થોડો આગળ વધારા પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીશું, તો પશુપાલનમાં વધારો કરશો તો ખેતીમાં જાતરનો પણ ફાયદો મળશે કે ચોખ્ખો અનાજ જે પડવો એ થોડો નફામાં રહેશે.
આ જ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ OBC સમાજના પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે વિસ્તારમાં OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે લેખિત પરીક્ષામાં સફળ થયેલા OBC વિદ્યાર્થીઓને પણ ન્યાય મળતો નથી. OBC સમાજના હકો માટે હવે ‘OBC બચાવો આંદોલન’ શરૂ કરવાની જરૂર છે. તેમણે હસમુખ પટેલ પર આડકતરી પ્રહાર કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
સત્તા પરિવર્તનથી ધારાસભ્ય સાંસદ કાબુમાં રહે કે નહીં? : ગેનીબેન
રાજસ્થાનમાં પાંચ વર્ષે સરકાર બદલાય તો હિન્દુત્વ નથી મટી જતું
ગેનીબેને કહ્યું કે હું પણ તમને વિનંતી કરું કે સ્નેહસંબંધી, સગાવાળામાં, ગામમાં ક્યાંક સારું થતું હોય તો જતું કરીને વાંક ન હોય તો સ્વીકારી લઈને ઝેર પીને પણ સારું થાય એવી પ્રયત્ન કરજો, એવી પ્રેરણા ભગવાન શંકરે આપનારે આપી છે, અને એ પ્રેરણાથી હળીમળીને તમામ સમાજના વડીલો. ભાઈધારાની ભાવનાથી રહે.
ગુલાબભાઈએ કહ્યું એમ કે ચૂંટણી હોય ત્યારે તમારે પક્ષપક્ષી જે નાના-મોટી કરવી હોય કરજો, હજી ના ધારાણા હોય તો. અને હવે ધરાણા હોય તો એકાદ વખત રોટલાને બ બાજુ ન ચડવો(શોકો) ને એકબાજુ રાખો તો રોટલો પણ દાઝી જાય. આ રાજસ્થાનમાં પાંચ વર્ષે કોંગ્રેસ આવે અને પાંચ વર્ષ ભાજપ આવે, એમાંથી હિન્દુત્વ મટી ના ગયા. અહીં બાજુમાં જ છે ને? તો બધાય પાંચ-પાંચ વર્ષે બદલાય તો બે પક્ષોના આગેવાનો, ધારાસભ્ય, સાંસદ, મંત્રી હોત બધા કાબુમાં-કંટ્રોલમા રહે કે નહીં? આ તો તમે એકનું એક આખું દહાડામાં બે ટાણા એકનું એક શાક ખાઈએ. રોજ અઠવાડિયું સળંગ કઢી કરો તો ભાવે? ના ભાવે ને? થોડું તમને લાગતું હોય કે આમાં પાંચ વર્ષમાં એવડું મોટું રાજ રડાઈ નહીં જાય એમ, કદાચ પરિવર્તન થઈ જશે તો આપણો હિન્દુ મટી જશું? અનેે આખો વિનાશ થઈ જશે.