Loading Please Wait !!!
મચ્છર મારશે મહાપાલિકા

  • મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાપાલિકા એક્શન મોડમાં
  • આરોગ્ય વિભાગની 162 ટીમોનું 31 ઓગસ્ટ સુધી ડોર-ટૂ-ડોર ડ્રાઈવ ચલાવશે: મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ગત જુલાઈમાસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મોસમી તથા વાહકજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રોગચાળો વધુ ન વકરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તાત્કાલિક એક્શન મોડમાં આવી છે. જેમાં વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો સ્થળ પર જ નાશ કરવાના હેતુથી RMC દ્વારા ખાસ ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસ દરમિયાન ૧૬૦થી વધુ ટીમો ઘરો, શાળા, બાંધકામ સાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓ સહિતના સ્થળે ભરાયેલા પાણીની ચકાસણી કરશે. જ્યાં મચ્છર ઉત્પત્તિ માલુમ પડશે તો નોટિસ અને પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી

શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જુલાઈમાસ દરમિયાન મોસમી અને વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં કુલ ૮૩૩૧ કેસ નોંધાયા હતા, જેમાં શરદી-উધરસના ૩૪૪૭ કેસ, સામાન્ય તાવના ૩૪૮૧ કેસ, ઝાડા-ઉલટીના ૧૩૬૪ કેસ, ટાઈફોઈડના ૪ કેસ, કમળાના ૩ કેસ, ડેન્ગ્યુના ૧ અને મેલેરિયાના ૧ કેસોનો સમાવેશ થાય છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કુલ ૧૭૪૧ કેસ (શરદી-ઉધરસ ૭૧૬, તાવ ૭૭૪, ઝાડા-ઉલટી ૨૫૮) નોંધાયા હતા. બીજા સપ્તાહમાં કેસ વધીને ૨૧૩૩ (શરદી-ઉધરસ ૯૩૨, તાવ ૯૦૬, ઝાડા-ઉલટી ૨૯૨, ટાઈફોઈડ ૧, કમળા ૨) થયા હતા.

ત્રીજા સપ્તાહમાં ૨૦૫૮ કેસ (શરદી-ઉધરસ ૮૭૮, તાવ ૮૩૬, ઝાડા-ઉલટી ૩૩૮, ટાઈફોઈડ ૩) અને અંતિમ સપ્તાહમાં કેસોનો આંકડો ૨૩૯૯ (શરદી-ઉધરસ ૯૪૮, તાવ ૯૭૨, ઝાડા-ઉલટી ૪૭૬, કમળા ૧, મેલેરિયા ૧, ડેન્ગ્યુ ૧) સુધી પહોંચી ગયો હતો.

  • ચોમાસાની ઋતુમાં રોગચાળો વકર્યો
  • રોગચાળો બેફામ હોસ્પિટલો હાઉસફુલ
  • ડેન્ગ્યુ, મેલેરિયા, કમળાના 1-1 કેસ, તાવ, ઝાડા-ઉલટીના 1900થી વધુ દર્દીઓ નોંધાયા

રાજકોટમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી બેવડી ઋતુ અને તાજેતરના વરસાદ વચ્ચે રોગચાળાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન શહેરમાં રોગચાળાના કુલ ૨, ૩૯૯ કેસ નોંધાયા છે. જેમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુ-મેલેરિયા-કમળાના ૧-૧ કેસ નોંધાયા છે. તો શરદી-ઉધરસના ૯૪૮, સામાન્ય તાવના ૯૭૨, ઝાડા-ઉલટીના ૪૭૬ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. આ સ્થિતિ ઉપર ભીડ મેળવવા મનપાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા સપ્તાહમાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ૨,૯૮,૭૩૭ વસ્તીનો સર્વે કરી ૧૧,૦૧૨ ક્લોરીન ટેબલેટ અને ૧,૬૦૦ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત ૨,૬૬૨ પાણીના ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો અટકાવવા નાશક હાથ ધરી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.