લોધિકામાં ખેડૂત હિતરક્ષક સમિતિનું અદાણી વીજ કંપનીના થાંભલા સામે ખેડૂતોનો વિરોધ
પાક વીમો, ટેકાના ભાવ અને યુરિયા ખાતર સહિતના પ્રશ્નો ઉઠાવાયા
સિટી ન્યૂઝ @ લોધિકા
ખેડૂતોના હિત અને ખેતીલક્ષી પ્રશ્નોને લઈને લોધિકામાં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અદાણી વીજ કંપનીના વીજ થાંભલા સ્થાપિત કરવાના વિરોધમાં એક દિવસનો પ્રતીક ઉપવાસ યોજાયો હતો. કાર્યક્રમમાં લોધિકા તાલુકાના ખેડૂતો અને સગિતિના આગેવાનો ઉપસ્થિત રહી વીજ થાંભલાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ પધ્ધારી તાલુકાની જેમ લોધિકા તાલુકામાં પણ અદાણી વીજ કંપનીના વીજ થાંભલા સ્થાપિત કરવાના હોવાથી ખેતીની જમીન, પાક અને ખેતીકામને અસર થવાની શક્યતા છે. ખેડૂતોની આજીવિકા સાથે જોડાયેલા મુદ્દે તેમની રજૂાતોને ગંભીરતાથી લઈ યોગ્ય વિકલ્પ શોધાની માંગ કરવામાં આવી હતી.
પ્રતિક ઉપવાસ દરમિયાન પાક વીમો, વિવિધ કૃષિ પેદાશોની ગિનિગ ટેકાના ભાવે ખરીદી અને જરૂરિયાત મુજબ સમયસર યુરિયા ખાતર ન મળવા સહિતના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા તથા વીજ થાંભલાની કામગીરી અંગે ખેડૂતો સાથે ચર્ચા કરી નિર્ણય લેવા સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરાઈ હતી.
ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે તેવો કોઈ નિર્ણય સ્વીકારવામાં નહીં આવે. પ્રશ્નોના ન્યાયી ઉકેલ માટે લોકશાહી ઢબે રજૂઆતો અને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
પ્રતિક ઉપવાસમાં ખેડૂત આગેવાનો ભાવેશભાઈ વસોયા, લાભુભાઈ સોજીત્રા, વલ્લભભાઈ પીપળીયા તેમજ રાજદીપ આગેવાનો નરેન્દ્રભાઈ રાઠોડ, દિનેશભાઈ દાફડા અને લોધિકા તાલુકા પંચાયત સદસ્ય રાજેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.