કાલથી કેરળમાં વરસાદની પા...પા... પગલી : મૂકો લાપસીના એંધાણ !
=> સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
=> યલો એલર્ટ જાહેર
સિટી ન્યૂઝ@અમદાવાદ
દેશમાં ગરમીથી પરેશાન લોકો માટે ચોમાસાને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના હાલના રિપોર્ટ્સ મુજબ કેરળમાં આગામી ૪ જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે. ચોમાસાના આગમનની સાથે જ કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસું ૧ જૂનની આસપાસ શરૂ થતું હોય છે પરંતુ આ વખતે તેમાં થોડો વિલંબ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. દક્ષિણ-પૂર્વી અરબ સાગરના કેટલાક ભાગો, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ વધશે. બંગાળની ખાડીના પણ કેટલાક હિસ્સામાં ૪ જૂનની આસપાસ ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નીતા કે ગોપાલે જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું શરૂ થવા માટેની તમામ જરૂરી પરિસ્થિતિઓ તૈયાર થઈ ગઈ છે. ૪ જૂનની સાંજે કેરળમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની આશંકાને જોતા સમગ્ર કેરળમાં ૭ દિવસ માટે ઓરેન્જ અથવા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને નિયમોનું પાલન કરવા જણાવાયું છે. લાંબા ગાળાની સરેરાશ (LPA) એટલે કે કોઈ વિસ્તારમાં ૩૦ થી ૫૦ વર્ષ દરમિયાન થયેલા વરસાદની સરેરાશ ગણતરી. વર્ષ ૧૯૭૧ થી ૨૦૨૦ ના આંકડા મુજબ દેશમાં સરેરાશ વરસાદ ૮૭ સેન્ટીમીટર નક્કી કરાયો છે. જો વરસાદ આના ૯૦ ટકાથી ઓછો થાય તો તેને ઓછો વરસાદ કહેવાય છે. આ વર્ષે વરસાદ ઓછો થવાનું મુખ્ય કારણ ‘અલ નીનો’ ની સ્થિતિ છે, જે ભારતમાં ચોમાસાના વરસાદને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.
MP-UP સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ
દેશમાં ગરમીથી પરેશાન લોકો માટે ચોમાસાને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના હાલના રિપોર્ટ્સ મુજબ કેરળમાં આગામી ૪ જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે. ચોમાસાના આગમનની સાથે જ કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસું ૧ જૂનની આસપાસ શરૂ થતું હોય છે પરંતુ આ વખતે તેમાં થોડો વિલંબ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. દક્ષિણ-પૂર્વી અરબ સાગરના કેટલાક ભાગો, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ વધશે. બંગાળની ખાડીના પણ કેટલાક હિસ્સામાં ૪ જૂનની આસપાસ ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં 3 જગ્યાએ વાદળ ફાટ્યું
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે બે જગ્યાએ વાદળ ફાટ્યા છે. પહેલું વાદળ સરથલના ગચ્છ વિસ્તારમાં અને બીજું માછીપાલ વિસ્તારમાં ફાટ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ, રેડ ક્રોસ, મહેસૂલ વિભાગ અને અન્ય એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સ્થાનિક લોકો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.