Loading Please Wait !!!
જૈન તીર્થમાં પૂજારીએ પત્નીની હત્યા કરી આપઘાત કર્યો

  • ધાંગધ્રા  હાઈવે પર ચૂલી ગામ પાસે આવેલ જૈન તિર્થ સ્થળ તરંગા ધામમાં બનાવ
  • પતિ છત પર લટકતો હતો અને પત્નીનો તળીયે લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો

સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર

ધાંગધ્રા  હાઈવે પર આવેલા જૈન તીર્થસ્થળ તરંગા ધામમાં મંગળવારે એક ચકચારભરી ઘટના સામે આવી છે. અહીં મંદિર પરિસરમાં આવેલા પૂજારીના રૂમમાંથી પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, પૂજારીની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પૂજારીએ આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક તરંગા ધામ ખાતે દોડી ગયો હતો. પોલીસે સ્થળનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તારણ મુજબ, પૂજારીએ બોથડ પદાર્થ વડે પત્નીની હત્યા કર્યા બાદ પોતે

આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે તરંગા ધામ સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક તપાસ દરમિયાન વર્ષાબેનના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, આ ઇજાઓના કારણે તેમનું મોત થયું હોવાની શક્યતા છે. ઘટનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ હાલ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે પૂજારીએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોય શકે. જોકે, આ માત્ર પ્રાથમિક અનુમાન છે અને પોસ્ટમોર્ટમ

રિપોર્ટ તેમજ વૈજ્ઞાનિક તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ ડ્રાંગદ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એન. એચ. ચુડાસમા, એસએસઆઈ હિતુભા, કરસનભાઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારનો કબજો સંભાળી સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની

કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર ઘટના આ અંગે ડ્રાંગદ્રા પીઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તરંગાધામ દેરાસરમાં છેલ્લાં છ વર્ષથી રહેતા અને સેવા-પૂજા કરતા દંપતી વચ્ચે અંદરથી બંધ રૂમમાં બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી, જેમાં ઉશ્કેરાાયેલા ૩૮ વર્ષીય પતિએ લાકડી વડે ૩૫ વર્ષની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી દીધી હતી.