હર ઘર તિરંગા.... દેશભક્તિનું અભિયાન, જેને તિરંગાને ઘર-ઘર પહોંચાડ્યો
- 2022માં શરૂ થયેલું અભિયાન આજે રાષ્ટ્રભાવનાના વિશાળ જનઆંદોલનનું સ્વરૂપ પામ્યું
તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, ભારતની આન, બાન અને શાનનું પ્રતીક છે. દેશની સ્વતંત્રતા, અખંડિતતા, એકતા અને રાષ્ટ્રગૌરવની લાગણી તિરંગા સાથે જોડાયેલી છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને શહીદોના બલિદાનની યાદ અપાવતો તિરંગો નવી પેઢીને રાષ્ટ્રપ્રેમ સાથે જોડવાનું પણ કામ કરે છે. આ જ રાષ્ટ્રભાવનાને દરેક નાગરિકના ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન આજે વિશાળ જનઆંદોલન બની ગયું છે.
હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત ૨૦૨૨માં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી હતી. ૨૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિયાનમાં જોડાઈ પોતાના ઘરે પર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું હતું. તેનો હેતુ માત્ર ઘરો પર ધ્વજ ફરકાવવાનો નહીં, પરંતુ દરેક ભારતીયને રાષ્ટ્રધ્વજ સાથે ભાવનાત્મક રીતે જોડવાનો હતો.
અગાઉ રાષ્ટ્રધ્વજ મુખ્યત્વે સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો અને જાહેર કાર્યક્રમોમાં જોવા મળતો હતો. હર ઘર તિરંગા અભિયાને તેને સામાન્ય નાગરિકના ઘર સુધી પહોંચાડ્યો. ઘરની અગાશી, બાલકની, દુકાન, ઓફિસ અને સોસાયટીઓમાં તિરંગો લહેરાવવાની પરંપરા વધુ વ્યાપક બની. સામાન્ય નાગરિકને પણ રાષ્ટ્રપ્રત્યેનું ગૌરવ વ્યક્ત કરવાનો અવસર મળ્યો અને અભિયાન જનભાગીદારીનું સ્વરૂપ પામ્યું.
ભારતીય રાષ્ટ્રધ્વજની રચના સાથે પિંગલી વૈંકૈયાનું નામ વિશેષ આદરપૂર્વક લેવામાં આવે છે. વર્તમાન રાષ્ટ્રધ્વજે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યો હતો. તિરંગાના ત્રણ રંગો ભારતના વિવિધ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. કેસરી રંગ સાહસ, ત્યાગ અને બલિદાન, સફેદ રંગ સત્ય અને શાંતિ, જ્યારે લીલો રંગ સમૃદ્ધિ, વિકાસ અને પ્રકૃતિનું પ્રતીક છે. કેન્દ્રમાં રહેલું ૨૨
આરાવાળું અશોક ચક્ર સતત ગતિ, પ્રગતિ અને કર્તવ્યપથ પર આગળ વધવાનો સંદેશ આપે છે.
જ્યારે બાળક હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જયનો નાદ કરે છે, વૃદ્ધ પોતાના ઘરની અગાશી પર ધ્વજ લહેરાવે છે કે યુવાનો તિરંગા સાથે રાષ્ટ્રગૌરવ વ્યક્ત કરે છે, ત્યારે અભિયાનની સાચી અસર જોવા મળે છે. તિરંગો દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા અસંખ્ય વીર શહીદોની યાદ અપાવે છે. તેથી તિરંગો લહેરાવવો એ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર પણ છે.
ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં રહેલી એકતા છે. અલગ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ વચ્ચે પણ રાષ્ટ્રધ્વજ એક છે. કાશ્મીરીથી કન્યાકુમારી અને કચ્છથી અરુણાચલ પ્રદેશ સુધી એક જ તિરંગો લહેરાય ત્યારે સમગ્ર દેશ એક રાષ્ટ્રભાવનાના સૂત્રમાં બંધાયેલો જોવા મળે છે. એક દેશ, એક તિરંગો અને એક રાષ્ટ્રભાવના હર ઘર તિરંગાનો મુખ્ય સંદેશ છે.
રાષ્ટ્રધ્વજ લહેરાવવો જેટલો ગૌરવનો
વિષય છે, એટલી જ તેની ગરિમા જાળવવાની જવાબદારી પણ છે. ભારતીય ધ્વજ સંહિતા મુજબ તિરંગાનું સમાન જળવાઈ તે જરૂરી છે. ધ્વજ જમીન કે પાણીનો સ્પર્શ ન કરે, ફાટેલો કે નુકસાનગ્રસ્ત ન હોય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તેની કાળજી રાખવી જોઈએ. તિરંગાને શણગારની વસ્તુ નહીં, પરંતુ રાષ્ટ્રગૌરવના પ્રતીક તરીકે જોવો જોઈએ.
હર ઘર તિરંગા અભિયાનની સૌથી મોટી સિદ્ધિ માત્ર કેટલા ધરો પર તિરંગો ફરક્યો તેમાં નથી. તેની સાચી સફળતા એ છે કે કેટલા હૃદોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ ગાઢ બની. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં તિરંગા પ્રત્યે ગૌરવ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં
સમાજ અને શહીદોના બલિદાન પ્રત્યે આદર વધે તે આ અભિયાનની મહત્વપૂર્ણ સામાજિક ઉપલબ્ધિ છે.
આઝાદી પાછળ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ, ત્યાગ અને બલિદાન છે. તેથી તિરંગો લહેરાવતી વખતે માત્ર ફોટો કે સોશિયલ મીડિયા પોસ્ટ પૂરતી ભાવના ન રાખી દેશ પ્રત્યેની ભાવના કેળવવી જરૂરી છે.
રાષ્ટ્રપ્રેમ માત્ર તિરંગો લહેરાવા પૂરતો મર્યાદિત નથી, દેશના ફાયદાનું પાલન કરવું, સ્વચ્છતા જાળવવી, સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવી, જરૂરિયાતમંદોની સેવા કરવી અને દેશના વિકાસમાં યોગદાન આપવું પણ સાચી રાષ્ટ્રભક્તિનો જ ભાગ છે.
હર ઘર તિરંગા આપણને સંદેશ આપે છે કે રાષ્ટ્ર માત્ર નશાની સીમાઓથી નહીં, પરંતુ કરોડો નાગરિકોની લાગણીઓથી બને છે. આ સ્વાતંત્ર્ય પર્વે તિરંગાને ગૌરવપૂર્વક ઘરની શાન બનાવીએ, તેની ગરિમા જાળવીએ અને નવી પેઢીને દેશપ્રમ, રાષ્ટ્રગૌરવ તથા
શહીદોના બલિદાન સાથે જોડીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાંથી ૧૭ ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજની પેઢી આઝાદીના લડૈયાઓના ત્યાગ, તપસ્યા અને
અરૂણ નિર્મલ
પ્રેસ મીડિયા અચણી, ભારતીય જનતા પાર્ટી, રાજકોટ
બલિદાનને જાણે અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર્પ્રથમની ભાવના કેળવે તે આ યાત્રાનો હેતુ છે. તિરંગો જ્યારે આકાશમાં લહેરાય છે, ત્યારે માત્ર એક ધ્વજ નહીંસમગ્ર ભારતનું ગૌરવ લહેરાય છે.