ગુજરાતમાં પૂર પ્રકોપ વચ્ચે ભાજપે જનતા માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
અસરગ્રસ્તોની મદદ માટે 24/7 કાર્યરત રહેશે 6359701000 અને 6359602000 હેલ્પલાઈન નંબરો
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ અને મેઘતાંડવને પગલે સર્જાયેલી વિકટ પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ૨૪/૭ હેલ્પલાઈન સેવા અને કંટ્રોલ રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગુરુવારે કોબા, ગાંધીનગર ખાતે ફાર્યરત કરાયેલા આ ૨૪/૭ કંટ્રોલ રૂમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટી માત્ર રાજકીય સંગઠન નહીં, પરંતુ ‘સેવા હી સંગઠન’ ના સંકલ્પ સાથે પ્રજાની પડખે અડીખમ ઊભી છે. અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત અને સહાય મળી રહે તે
માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ભાજપના ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સરકારી તંત્ર સાથે સઘન સંકલનમાં રહીને સતત સેવા કાર્યમાં જોડાયેલા રહેશે.
માત્ર ગાંધીનગર રાજ્ય કક્ષાએ જ નહીં, પરંતુ મેઘતાંડવના પગલે જે વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત છે તેવા તમામ વિસ્તારોમાં ભાજપાના જિલ્લા તથા મહાનગર કાર્યાલયો ખાતે પણ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ૨૪/૭ હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં
આવ્યા છે. સ્થાનિક કાર્યકર્તાઓ જનતાની વચ્ચે જઈને નિસ્વાર્થ ભાવે રાહત અને સહાય કાર્યો દ્વારા ‘સેવા હી સંગઠન’ ના મંત્રને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા હોવાનો દાવો પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આ કુદરતી આપત્તિના સમયમાં રાજ્યના એક-એક અસરગ્રસ્ત નાગરિક સુધી મદદ પહોંચે તે માટે બનતા તમામ પ્રયાસ કરવા ગુજરાત ભાજપા સંગઠને પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અથવા ભારે વરસાદના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહેલા નાગરિકોની માહિતી મેળવી તેમને
કેવી રીતે કામ કરશે કંટ્રોલ રૂમ?
ગાંધીનગર કમલમ ખાતે શરૂ કરાયેલા આ કંટ્રોલ રૂમમાં ભાજપાના કાર્યકર્તાઓ અને આઈટી સેલના સભ્યો ૨૪/૧૭ હાજર રહીને સેવા બજાવશે. હેલ્પલાઈન નંબરો પરથી પ્રાપ્ત થતી તમામ વિગતો અને ફરિયાદોનું ત્વરિત વિશ્લેષણ કરી, તેને પ્રાથમિકતાના ધોરણે સંબંધિત જિલ્લાના વહીવટી તંત્ર, NDRF કે SDRF ની ટીમો સુધી પહોંચાડીને બચાવ અને રાહત કામગીરીનું સીધું સંકલન કરવામાં આવશે.
તાત્કાલિક સહાય પહોંચાડવાના ઉદ્દેશ્યથી ૨ ખાસ હેલ્પલાઈન અને જાહેર કરવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના સગા-સ્વજનો ૬૩૫૫૭ ૦૧૦૦૦ અને ૬૩૫૬૧ ૦૨૦૦૦ નંબર પર સંપર્ક કરી શકશે. ફોન કરનાર અસરગ્રસ્ત વ્યક્તિની ચોક્કસ જરૂરિયાત, ચોક્કસ સ્થળ અને સંપર્ક વિગત સહિતની જરૂરી માહિતી નોંધાવવાની રહેશે.