Loading Please Wait !!!
આપના ધાર્મિક માથુકિયાનું નિવેદન : ગાંધીનગરમાં કાલે ગુજરાત કોકોય આંદોલન શરૂ

  • શનિવારે સત્યાગ્રહ છાવણી અને એકઠા થવા હાકલ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના Gen-Z યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, જે રીતે દેશમાં NEETની પરીક્ષાનુ પેપર લીક થયું અને ત્યારબાદ સમગ્ર દેશના યુવાનોનો આक्रोश ફાટી નીકળ્યો, તેઓએ દિલ્હીના જંતર-મંતર પર શાંતિપ્રિય રીતે આંદોલનની શરૂઆત કરીને દેશ સમક્ષ એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ૫-૭ વર્ષમાં અસંખ્ય પેપરો લીક થયાં છે. આ મુદ્દે ઘણા ગુજરાતીઓ દિલ્હી આંદોલનમાં સહભાગી બન્યા હતા, પરંતુ લાંબા અંતર કે અન્ય કારણોસર થયા વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકા નહોતા. તેથી, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની આસ્થા અને તેમના જુસ્સાને માન આપીને, આવતીકાલે એટલે

કે ૨૫ જુલાઈથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે દિલ્હીના જંતર-મંતર જેવું જ શાંતિપ્રિય આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. આપ નેતા ધાર્મિક માથુકિયાએ વધુમાં ઉમેર્યુંકે, "ગુજરાત કોકોય આંદોલન" ના નામે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર ખાતે આ લડત શરૂ થશે. હું સમગ્ર ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ અને Gen-Zને આહ્વાન કરું છું કે તમે સ્વયંભૂ આ આંદોલનમાં જોડાઓ. કોઈ રાજકીય પક્ષના કંધા સાથે નહીં, પરંતુ દેશના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે આશા સાથે શાંતિપૂર્ણ રીતે આપણે આપણી માંગણીઓ રજૂ કરીએ. જે રીતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ થઈ રહી છે, તે જ માંગ સાથે જે વિદ્યાર્થીઓ દિલ્હી નથી જઈ શકાયા, તે તમામ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને પોતાનું સમર્થન જાહેર કરે

  •  NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડને ક્લીનચિટ
  • યુવા પીડાય છે, આત્મહત્યા કરે છે સરકાર માફિયાઓને બચાવે છે : કેજરીવાલ
  • કેજરીવાલે કહ્યું સરકારની દાનતમાં જ ખોટ છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતા જણાવ્યું હતું કે ગઈકાલે સન્ડે બાર્યે પ્રધાનમંત્રીજીએ એક વિડિયો જાહેર કરીને સમય દેશને કહ્યું કે પેપર લીક કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા સોમવારે સંસદમાં કાયદો લાવવામાં આવશે, પ્રધાનમંત્રીજીની આ ખાતરી કેટલી પોલાણવાળી અને કેટલી જૂઠી છે, તે ગઈકાલે જ સાબિત થઈગયું. ૨૦૨૪માં નીટનું પેપર લીક થયું હતું, તે સમયે તેઓએ કહ્યું હતું કે સંજીવ મુખિયા વામનો વ્યક્તિ આનો માસ્ટરમાઇન્ડ છે. સરકારે પોતે ભારે તામઝામ સાથે તેની ધરપકડ કરી હતી.

પરંતુ અટકાયતના ત્રણ મહિનાની અંદર જ સરકારે તેને જામીન અપાવી દીધા અને તે જેલમાંથી બહાર આવી ગયો. તેના પર કેસ ચાલવા લાગ્યો, અને ગઈકાલે તમને વિશ્વાસ નહીં થાય કે બપોરે દોઢ વાગ્યે પીટીઆઈ (PTI)ના સમાચાર આવ્યા છે સીબીઆઈ (CBI)એ કોર્ટમાં કહ્યું છે કે સંજીવ મુખિયા નિર્દોષ છે. સીબીઆઈએ કહ્યું કે સંજીવ મુખિયા વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી અને તેને છોડી દેવામાં આવે. તો જો સીબીઆઈના મતે સંજીવ મુખિયા માસ્ટરમાઇન્ડ નથી, તો પછી માસ્ટરમાઇન્ડ કોણ છે? સીબીઆઈએ માસ્ટરમાઇન્ડનું નામ ન બતાવ્યું. આનો

અર્થ એ થયો કે ૨૦૨૪માં જે પેપર લીક થયું, તે કોઈએ લીક જ નહોતું કર્યું! શું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને આ રીતે કામ કરશો? ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે પ્રધાનમંત્રીજીએ ફ્રીટ કરીને પત્રા કહ્યુંતું કે હું ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીશ, અને માત્ર ગણતરીના કલાકો પછી જ મીડિયામાં સમાચાર આવ્યા કે સીબીઆઈએ મુખ્ય માસ્ટરમાઇન્ડને છોડી દીધો. અરવિંદ

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે જો તમારી સીબીઆઈ કોર્ટમાં પુરાવા જ રજૂ નહીં કરે, તો પ્રધાનમંત્રીજી આ ફાસ્ટ ટ્રેક કોર્ટોનું શું મહત્વ રહે છે? તમે પેપર લીક માફિયાઓને કેમ બચાવવા માંગો છો? તમે દેશને આ પ્રકારની જૂઠી અને પોલાણવાળી ખાતરીઓ શા

માટે આપી રહ્યા છો? આપણા દેશનો યુવા પીડિત છે, બાળકોએ આત્મહત્યાઓ કરી લીધી છે અને તમે આવા ખોટા વચનો આપી રહ્યા છો. આવતા વર્ષે નીટનું પેપર લીક ન થાય તે માટે તમે શું પગલાં લીધાં? કોઈ પગલાં નથી લીધાં. આ વખતે પેપર લીક થયું, કેટલાય બાળકોએ આત્મહત્યા કરી અને આગામી વખતે કરી પેપર લીક થશે. તમે ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવતા ફરી રહ્યા છો, પણ આ શાસ્ટ ફાસ્ટ ટ્રેકોથી શું થશે? ફાસ્ટ ટ્રેક કોર્ટો તો અત્યારે પણ પોકસો અને રેપ કેસ માટે ઘણી બનેલી છે, છતાં તેમાં વર્ષોના વર્ષો નીકળી જાય છે.

.