Loading Please Wait !!!
નરેન્દ્ર મોદી ‘વીક’ છે એટલે પેપર ‘લીક’ છે

અમદાવાદમાં NEET પેપર લીકની રેલીમાં કોંગ્રેસના નેતાઓએ નારા લગાવ્યા

ધર્મેન્દ્ર પ્રધાન ઝાંકી હે અભી તો અમિત શાહ બાકી હૈ

 સિટી ન્યૂઝ@અમદાવાદ

NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે (૩ ઓગસ્ટ) રસ્તા પર ઉતરી છે. સરકારના વિરોધમાં અમદાવાદના નહેરૂબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી અને છાત્રો કી ગુંજ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા કરાયા. અમદાવાદ પોલીસ દ્વારા પહેલેથી જ JCP, ત્રણ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટલ પાસે ઝડકી દેવામાં આવ્યો હતો. નહેરૂબ્રિજથી રેલીની શરૂઆત થઈ ગઈ છે. હાથ રે ભાજપ હાથ હાથના નારા રેલી આગળ વધી રહી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. અમિત શાહ રાજીનામું આપોના નારા પણ લાગી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, શિક્ષણનું જે રીતે વ્યાપારીકરણ થયું તેના કારણે

વિદ્યાર્થીઓ, વાલીઓ અને આખો દેશ વિરોધ દર્શાવી રહ્યો છે. વારંવાર પેપર લિક થતું હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આખા દેશના વિદ્યાર્થીઓ જંતરમંતર પર આવીને શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર સરકાર સામે અવાજ ઉઠાવે ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા અથવા સંવાદ કરવાના બદલે દેશના વડાપ્રધાન અને ગૃહ મંત્રીના આદેશથી વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો. ટીયર ગેસ છોડીને બહેન-દીકરીઓ પર ખૂબ જ ખૂબ જ બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો. બિહારમાં Ak ૪૭થી ગોળીબાર કરવામાં આવ્યો છે, છતાં પણ હજુ સુધી લાઠીચાર્જ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, બહેન-દીકરીઓ પર અત્યાચાર અને લાઠીચાર્જ કરનારને આદેશ આપનાર જનરલ ડાયર સામે જ્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે રસ્તા પર ઉતરીને લડીશું. નવા અંગ્રેજોના શાસનને નહીં ચલાવી યુવાનો નહીં ચલાવી.

નવા અંગ્રેજોના શાસનને હવે દેશના યુવાનો નહીં ચલાવી લે.કોંગ્રેસના નેતાઓ ધરણા પ્રદર્શન કરતા હોવાથી અમુક જગ્યાના બેરિકેડ લગાવીને બંધ કરી વાહનચાલકો માટે બ્રિજ ખુલો મૂકવામાં આવ્યો છે.ખાનપુર ભાજપ કાર્યાલયથી અંદાજે ૧૦૦ મીટરના અંતર પર કોંગ્રેસના નેતાઓએ ધરણા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરી છે.વિદ્યાર્થીઓ અને યુવાઓ પરની ખોટી

FIR બંધ કરોના પોસ્ટર સાથે કોંગ્રેસના નેતાઓએ ભાજપ હાથ ફાયના નારા લગાવ્યા છે. નરેન્દ્ર મોદી વીક છે, એટલે પેપર લીક છેના નારા સાથે રેલી નહેરૂબ્રિજ પર પહોંચી છે.ધર્મેન્દ્ર પ્રધાન ઝાંકી હે અભી તો અમિત શાહ બાકી છેના કોંગ્રેસના નેતાઓએ નારા લગાવ્યા છે.પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપની સરકાર દરેક વ્યક્તિ પર જુલમ ગુજારી રહી છે. NEET પેપરલીક થયું ત્યારે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પણ જુલમ ગુજારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ન્યાય આપવાના બદલે તેમના પર જુલમ, લાઠી અને ગોળીઓ વરસાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ રજૂઆત કરી તો તેમના સાથે પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ફરજિયાત પછી તો કેન્દ્રીય શિક્ષામંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું, જેથી અમારી માંગણી છે કે જે લોકોએ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો તેમના પર કડક પગલા લેવામાં આવે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માંગણી છે.