Loading Please Wait !!!
ચોટીલામાંથી બે પિસ્ટલ-ત્રણ કાર્ટીસ સાથે શખ્સની ધરપકડ

 રાજકોટ રેન્જની ટીમે બાતમી આધારે દબોચ્યો: પીસીબીમાં પકડાયેલા બોધરાવદરના શખ્સે હથિયાર આપ્યા હતા

સિટી ન્યૂઝ@ચોટીલા

રાજકોટ રેન્જની ટીમે ચોટીલામાંથી કાર સાથે નીકળેલા ખાખરાવાડી ગામના શખ્સને બે લોડેડ પિસ્ટલ અને ૩ કાર્ટીસ સાથે રાજકોટ રેન્જની ટીમે ઝડપી લઈ તેની પાસેથી હથિયાર, કાર મોબાઈલ સહીત ૩.૨૦.૮૦ લાખની મતા કબજે કરી પૂછતાછ કરતા તાજેતરમાં રાજકોટ પીસીબીની ટીમે પકડેલા હથિયાર સપ્લાયરનું નામ ખુલતા વિશેષ કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના આનંદપર રોડ પર કાર સાથે નીકળતા શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની માહીતીના આધારે રાજકોટ રેન્જની ટીમના પીએસઆઈ મિયારા સહીતની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર ચાલકને અટકાવી તેની પુછતાછ કરતા તે ચોટીલાના ખાખરાવાડી ગામે રહેતો અને ખેતીકામ કરતો નૃપેન્દ્ર મહેન્દ્રભાઈ પટગીર હોવાનું જણાવતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી લોડેડ બે દેશી બનાવટની પિસ્ટલ અને ૩ જીવતા કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી તેની પુછતાછ કરતા તેને આ હથિયાર ૬ માસ પૂર્વે જસદણના બોધરાવદર ગામે રહેતો અને તાજેતરમાં પીસીબીએ હથિયારો સાથે પકડેલો જયસુખ વલ્લભ વાઘેલા પાસેથી લીધાનું રટણ કરતા પોલીસે જયસુખની પુછતાછ કરવાની કાર્યવાહી કરી છે.