અમરેલીના ચાંદગઢમાં ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ; ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-અમરેલી
અમરેલીમાં વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં આવી છે. મળતી વિગત અનુસાર, ત્રણ દિવસ પહેલા લીલીયા રેન્જ હેઠળ આવતા ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાઠે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી ચાલી હતી અને તે દરમિયાન એક સિંહણ નદી કાંઠાની જાળીઓમાંથી ધૂસી આવી અને ફરજ બજાવી રહેલા એક ટ્રેકર્સ ગોસાબાઈ પર હુમલો કર્યો હતો. જોકે ઈજાગ્રસ્ત ટ્રેકરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વન વિભાગે આ હુમલો સિંહણને પાંજરે પુરાવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સિંહણ આજે સવારે ચાંદગઢ ગામમાં સિંહણ ઘૂસી જતા ગામમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. અને સિંહણો ચાંદગઢ ગામમાં આટાફેરા માર્યા કે2ણો ગાગજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના પગલે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સિંહણને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી હતી.
વનવિભાગે ભારે જેહમત બાદ સિંહણને ટ્રાન્ગ્યુલાઈઝ કરી પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી હતી. સિંહણ પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે ચાંદગઢ ગામના આગેવાન ભુપતભાઈ વરુએ જણાવ્યું હતું કે, અમારા ગામ નજીક ત્રણ દિવસ પહેલા સિંહણે એક વન વિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. જોકે આ સિંહણ અમારા ગામમાં આવી જતા ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને સિંહુરો ગામમાં આટાફેરા માર્યા હતા. સિંહણ ગામમાં ધૂસી આવતા વનવિભાગનો તેને પાંજરે પુરી છે. સિંહણ પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.