Loading Please Wait !!!
TRP અગ્નિકાંડમાં ઈલેશ ખેરને રાહત

  • બે ATP બાદ હવે ચીફ ફાયર ઓફિસરને ડિસ્મીસ નહીં ‘સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂંકવા હાઇકોર્ટનો આદેશ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મનપા દ્વારા ગત ૮ જુલાઈના રોજ ૬ અધિકારીઓને ડિસ્મિસ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ પછી બે ATPએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા તેમને રાહત મળતા બાદમાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હવે તેમને પણ રાહત મળી છે. બન્ને ATP માફક ઇલેશ ખેરને પણ ડિસ્મીસ નહીં સસ્પેન્ડ’ ગણી અડધો પગાર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

રાજકોટ મનપા દ્વારા ૮ જુલાઈના રોજ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા,

ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને બરطرف મતલબ કે ડિસ્મીસ કરવાનો હુકમ કર્યો હતો. આ પછી મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, મહાપાલિકાએ તેમને નોકરીમાંથી કાઢતા પહેલાં તપાસ સમિતિનો ઈન્કવાયરી રિપોર્ટ આપ્યો ન હતો. રિપોર્ટ ન મળવાને કારણે તેઓ પોતાનો બચાવ રજૂ કરી શક્યા ન હતા, જે ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈ પણ કર્મચારીને ડિસ્મિસ કરતા પહેલાં રિપોર્ટની નકલ આપવી ફરજિયાત છે. આ પ્રકારની દલીલ બાદ બન્ને અધિકારીને ડિસ્મીસ નહીં પણ સસ્પેન્ડ

ગણવાનો હુકમ કરી મનપાને નોટિસ ઇસ્યુ કરી હતી.

આ પછી મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા અડધો પગાર ચૂંકવવાનો હુકમ કરતા ૬ પૈકી ૩ અધિકારી હાલ સસ્પેન્ડ જ ગણવામાં આવશે અને તેમને મહિને અડધો પગાર મળતો રહેશે. જ્યારે રોહિત વિગોરા, ગૌતમ જોષી અને જયદીપ ચૌધરી પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવતે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ચકાચારી કેસમાં તમામ આરોપીઓ જામીન મુક્ત છે, ત્યારે હવે ત્રણ અધિકારીઓ પોતાની બરતરફીના હુકમ પર સ્ટે મેળવી ‘રાહત’ મેળવી છે.