રાજુલામાં NEET મુદ્દે યુવાનોની વિશાળ રેલી,આવેદનપત્ર પાઠવ્યું
- સિટી ન્યૂઝ@ધમેશ મહેતા-રાજુલા
દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં અમરેલી જિલ્લાના રાજુલામાં યુવાનો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી પેપર લીક પ્રકરણના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
રાજુલા શહેરના ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે વિવિધ સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન NEET પેપર લીક મુદ્દે જીવ ગુમાવવાનો દાવો કરવામાં આવેલા વિદ્યાર્થીઓને બે મિનિટનું મૌન
પાણી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ‘ભીમ યુવા ગ્રુપ રાજુલા’ના બેનર હેઠળ શહેરમાં રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા.
રેલી પ્ર્રાંત કચેરી સુધી પહોંચી હતી,
જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં NEET પેપર લીક પ્રકરણના જવાબદાર લોકો સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ શિક્ષણ વ્યવસ્થાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં દેખાવો; પેપર લીકના દોષિતો સામે કાર્યવાહી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનોએ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા થાય તે માટે અસરકારક પગલાં લેવા સરકારને અપિલ કરી હતી.