Loading Please Wait !!!
કોર્ટ પહોંચવાની ઉતાવળમાં રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ અથડાઈ!

 

  • વિપક્ષનું સંકલન તૂટ્યું કે કાફલાની ગાડીઓની બ્રેક ફેલ?

  • માનહાનિ કેસની સુનાવણી પહેલાં જ કાફલામાં સર્જાઈ અથડામણ!

  • પૂર્વાંચલ એક્સપ્રેસવેની રફ્તારમાં રાહુલ ગાંધીનો કાફલો બેકાબૂ બન્યો!

સિટી ન્યુઝ @ સુલતાનપુર

ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલાને અકસ્માત નડ્યો હતો. કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ અચાનક એકબીજા સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, આ અકસ્માતમાં રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પાસે બન્યો હતો. રાહુલ ગાંધીના કાફલાની પાછળ ઝડપથી આવી રહેલા વાહનોના ચાલકોએ નિયંત્રણ ગુમાવતા ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી.

ગાડીઓ વચ્ચે થયેલી આ અચાનક ટક્કર બાદ ઘટનાસ્થળે ક્ષણભર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક તંત્ર તરત જ હરકતમાં આવી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

રાહુલ ગાંધી આજે સવારે 7 વાગ્યે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થયા હતા. તેઓ વર્ષ 2018 ના એક ફોજદારી માનહાનિ કેસની સુનાવણીના સિલસિલામાં વિશેષ MP/MLA કોર્ટમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

કોર્ટમાં હાજર થવા જતી વખતે જ માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં આ ઘટનામાં કાફલાના કોઈ કર્મચારી કે અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે કે નહીં તેમજ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

2018ના માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા પ્રવાસ

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે દિલ્હીથી ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા હતા. વર્ષ 2018 ના ફોજદારી માનહાનિ કેસમાં વિશેષ MP/MLA કોર્ટમાં ચુકાદા સંદર્ભે હાજરી આપવા જતી વખતે પૂર્વાંચલ એક્સપ્રેસવેના 89.5 કિલોમીટર માઈલસ્ટોન પાસે તેમના કાફલાની પાછળની ગાડીઓ પરસ્પર ટકરાઈ હતી. આ અકસ્માત બાદ થોડીવાર દોડધામ મચી હતી, પરંતુ સદનસીબે રાહુલ ગાંધી આ ઘટનામાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યા છે.