RBI વ્યાજદર વધારતા લોન લેનારાઓની મુશ્કેલી વધશે!
- NBFC ના ધિરાણ મંજૂરી દરમાં 50% થી ઘટાડો!
- 7 થી 10 લાખની લોનમાં ડિફોલ્ટ વધવા લાગ્યા!
- સપ્ટેમ્બરમાં NBFC ના કુલ NPA વધીને 2.17% થયા!
સિટી ન્યુઝ @ દિલ્હી
ફુગાવાની સ્થિતિ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ફરી વ્યાજદર વધારી રહી હોવાથી આગામી દિવસોમાં બેન્ક ધિરાણ મોંઘા બનશે અને પર્સનલ, ઓટો તથા હાઉસિંગ લોન લેનારાઓની મુશ્કેલીઓ વધી શકે છે.
વ્યાજદર વધતા બેન્કો માસિક હપ્તાની રકમ વધારી શકે છે અને લોનની અવધી પણ લંબાઈ શકે છે, જ્યારે અલનીનોની સ્થિતિથી ગ્રામીણ અને કૃષિ આવક ઘટવાના અંદાજ વચ્ચે મોટા પર્સનલ ફાયનાન્સ લેનારાઓમાં ડિફોલ્ટનું જોખમ વધ્યું છે.
ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી રૂ. 7 થી 10 લાખની લોન લેનારાઓમાં ડિફોલ્ટ વધતા કંપનીઓએ નવા ધિરાણના નિયમો કડક કર્યા છે અને ધિરાણ મંજૂર કરવામાં બ્રેક મારી છે.
રિપોર્ટ મુજબ મંજૂર ધિરાણનો દર 50 ટકાથી નીચે આવી ગયો છે, સાથે જ વસૂલાત પ્રક્રિયા તેજ કરાઈ છે અને જરૂર પડે કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
સપ્ટેમ્બર માસમાં NBFC ના કુલ NPA 2.17 ટકા નોંધાયા છે જે એક વર્ષ પહેલા 1.59 ટકા હતા, જ્યારે એક NBFC એપ્ટસ એ રૂ. 90 કરોડનું ધિરાણ વસૂલવા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચી દીધું છે.
વ્યાજદર ચક્ર, NBFC જોખમ અને ધિરાણ શિસ્ત
વ્યાજદરમાં વધારો અને આવક પરની અસર ધિરાણ બજારમાં EMI બોજ તથા ડિફોલ્ટના જોખમને સીધી રીતે પ્રભાવિત કરે છે. કડક ચકાસણી, સમયસર વસૂલાત અને નાણાકીય શિસ્ત ધિરાણ સંસ્થાઓ તેમજ ગ્રાહકો બંને માટે મહત્વપૂર્ણ બને છે.