Loading Please Wait !!!
ગોલ્ડ લોન મામલે RBI ના નવા નિર્દેશ જાહેર!

  • 1 વર્ષથી વધુની ગોલ્ડ લોન પર માસિક વ્યાજ!
  • સોનાના ભાવમાં ઉતાર-ચડાવ વચ્ચે NBFC ને સૂચના!
  • અંતમાં એકસાથે ચુકવણીની બુલેટ રિપેમેન્ટ વ્યવસ્થા ટાળવા સૂચન!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સોનાની કિંમતોમાં ઉતાર-ચડાવ અને ગોલ્ડ લોન પર વધતા જોખમને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) ને એક વર્ષથી વધુ સમયગાળાની ગોલ્ડ લોનમાં ગ્રાહકો પાસેથી માસિક ધોરણે વ્યાજ વસૂલવાના નિર્દેશ આપ્યા છે.

અત્યાર સુધી મુદત પૂરી થવા પર મૂળ રકમ અને વ્યાજ એકસાથે ચૂકવવાની બુલેટ રિપેમેન્ટ વ્યવસ્થા ઉપલબ્ધ હતી, પરંતુ સોનાના ભાવમાં ઝડપી વધઘટને કારણે આવી વ્યવસ્થા હાલ ટાળવા તથા ગોલ્ડ લોન આપવામાં સાવધાની રાખવા NBFC, હાઉસિંગ ફાયનાન્સ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓની બેઠક બાદ સૂચના અપાઈ છે.

આ નિર્ણયથી લાંબા ગાળાની ગોલ્ડ લોનમાં અંતે એકસાથે રકમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરતા ગ્રાહકોને હવે દર મહિને વ્યાજની અલગથી વ્યવસ્થા કરવી પડશે, જોકે મુદત પૂર્ણ થયે એકસાથે મોટી રકમ ચૂકવવાનું દબાણ ઘટી શકે છે.

ગોલ્ડ લોન નિયમન, વ્યાજ ચુકવણી અને જોખમ વ્યવસ્થાપન

સોનાના ભાવમાં થતી વધઘટ નાણાકીય સંસ્થાઓ અને ઉધાર લેનારા બંને માટે વ્યાજ અને મૂલ્યના જોખમ પર અસર કરે છે. માસિક વ્યાજ વસૂલાત વ્યવસ્થા નાણાકીય શિસ્ત અને જોખમ નિયંત્રણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ કડી છે.